દિલ્હી: ગત મોડી રાત્રે દિલ્હી પાસે આવેલા ગાઝિયાબાદમાં ત્રણ સ્પા સેન્ટરો ઉપર પોલીસે દરોડા પાડ્યા હતાં. ગાઝિયાબાદ પોલીસે દરોડા પાડીને 19 યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. નીતિખંડ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ ઉપરાંત આ સ્પા સેન્ટર ગેરકાયદેસર ચાલતું હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ગાઝિયાબાદ પોલીસ જ્યારે સ્પા સેન્ટર પહોંચી ત્યારે અનેક યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યાં હતાં. (આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પોલીસ સુત્રો પ્રમાણે, શનિવારે મોડી રાત્રે બાતમીના આધારે ગાઝિયાબાદ પોલીસે એક ટીમ બનાવીને ચાલતા સ્પા સેન્ટર ઉપર દરોડા પાડ્યા હતા. દરોડાને ગુપ્ત રીતે અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, સ્થાનિક લોકોની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા હતાં.

પોલીસે રેડ દરમિયાન આ સ્પા સેન્ટરોમાંથી 10 યુવક અને 9 યુવતીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત એક સ્પા સેન્ટર સંચાલિકાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બે સ્પા સેન્ટરના સંચાલકો ફરાર થયા હતા.

આ સ્પા સેન્ટરમાં અનેક આપત્તિજનક સામગ્રીઓ મળી આવી હતી. જેમાં નશાની ટેબલેટ, કોન્ડોમ, સિગારેટના પેકેટનો સમાવેશ થાય છે. વધુ મળતી માહિતી પ્રમાણે પકડાયેલા યુવક-યુવતીઓ ગાઝિયાબાદની આસપાસના વિસ્તારોમાં રહે છે. પોલીસે આરોપીઓ સામે પીટા એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

અત્યારે ગાઝિયાબાદ પોલીસે આ કેસમાં તપાસ આગળ વધારી છે. જેમાં ત્રણે સ્પા સેન્ટરો પાસેથી કેટલાંક દસ્તાવેજો મળ્યાં છે જેની તપાસ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે, મોબાઈલ નંબરથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોણ કોણ લોકો અહીં નિયમિત રીતે આવતા હતા. પોલીસે આ ત્રણે સ્પા સેન્ટરોને સીલ મારી દીધું છે. જ્યારે યુવક-યુવતીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે.