CBSE Board Exam 2025:CBSE 10મા અને 12માની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી કોમ્યુનિકેટિવ લેંગ્વેજ અને લિટરેચરની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આંત્રપ્રિન્યોરશીપ વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ વર્ષે 42 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે. જાણીએ પરીક્ષાર્થીઓ માટે શું છે ગાઇલાઇન્સ


CBSE Board Exam guidelines 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા શનિવારથી શરૂ થશે. પ્રથમ દિવસે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વાતચીત, ભાષા અને સાહિત્યની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આંત્રપ્રિન્યોરશીપ વિષયની પરીક્ષા લેવામાં આવશે.


પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે. આ વર્ષે 42 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ દેશભરના 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 દેશોમાં યોજાશે. ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.


CBSEએ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. વિસ્તારના હવામાન અને ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે જવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને સલાહ આપી છે કે તેઓ એડમિટ કાર્ડમાં દર્શાવેલ તમામ મહત્વની વસ્તુઓ તપાસી લે.                                                                                   


વિદ્યાર્થી માટે દિશાનિર્દેશ


 તમારું એડમિટ કાર્ડ અને માન્ય શાળા ઓળખ કાર્ડ (નિયમિત વિદ્યાર્થીઓ માટે) અથવા સરકાર દ્વારા જાહેર  કરાયેલ ફોટો ઓળખ કાર્ડ લાવવાનું મહત્વપૂર્ણ છે.


આ વસ્તુઆ લઇ જઇ શકશો


પારદર્શક બેગ.


કંપાસ (ભૂમિતિ બોક્).


બોલ પેન.


સ્કેલ.


લેખન પેડ.


રબર


ઘડિયાળ.


પારદર્શક પાણીની બોટલ.


મેટ્રો કાર્ડ.


બસ પાસ અને પૈસા.


આ વસ્તુ લઇ જવાની મનાઇ


કેલ્ક્યુલેટર


પુસ્તક નોટબુક વગેરે


પેન ડ્રાઈવ.


ઇલેક્ટ્રોનિક પેન.


સ્કેનર વગેરે.


મોબાઇલ ફોન.


બ્લુ ટ્રુથ.


ઇયરફોન.


કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે સ્માર્ટ વોચ અને કેમેરા વગેરે.


પાકીટ, ગોગલ્સ, હેન્ડબેગ અને પાઉચ વગેરે.