Mann Ki Baat :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  આજે 123મી વખત મન કી બાત દ્રારા વિવિધ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમણે ઇમર્જન્સી, યોગનું મહત્વ અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા કેટલીક ટિપ્સ પણ આપી થે.

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એક નવું સૂત્ર આપ્યું - ખોરાકમાં તેલ 10% ઘટાડી દો, સ્થૂળતા ઓછી કરો. તેમણે કહ્યું, 'મિત્રો, જો આપણે આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવો હોય, તો સૌ પ્રથમ આપણે આપણી ફિટનેસ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.  મિત્રો,  ફિટનેસ વધારવા અને સ્થૂળતા ઘટાડવા માટે  મારૂ તમને એક  સૂચન છે! ખોરાકમાં તેલ 10% ઘટાડી દો, સ્થૂળતા ઓછી કરો. જ્યારે તમે ફિટ રહેશો, ત્યારે તમે જીવનમાં વધુ સુપરહિટ થશો.'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 123મી આવૃત્તિમાં કટોકટીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે કટોકટી દરમિયાન બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ કટોકટી પર કહ્યું, 'મોરારજી દેસાઈએ કટોકટીનું ટૂંકમાં વર્ણન કર્યું... જેમણે કટોકટી લાદી હતી તેમણે માત્ર લોકશાહીની હત્યા જ નહોતી કરી, પરંતુ તેમનો હેતુ ન્યાયતંત્રને પોતાની કઠપૂતળી તરીકે રાખવાનો હતો. 'MISA' હેઠળ કોઈની પણ મનસ્વી રીતે ધરપકડ કરી શકાતી હતી, લોકોને ત્રાસ આપાતો. ભારતીયોએ લોકશાહી સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો. આખરે, લોકો જીત્યા અને કટોકટી હટાવી લેવામાં આવી.

કટોકટી સામે લડનારાઓને યાદ કરવા જોઈએ - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, 'દેશ પર લાદવામાં આવેલી કટોકટીના 5૦ વર્ષ થોડા દિવસો પહેલા પૂર્ણ થયા છે. આપણે દેશવાસીઓએ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરી છે. આપણે હંમેશા તે બધા લોકોને યાદ રાખવા જોઈએ જેમણે કટોકટી સામે બહાદુરીથી લડ્યા હતા. આ આપણને આપણા બંધારણને મજબૂત રાખવા માટે સતત સતર્ક રહેવાની પ્રેરણા આપે છે.

વધુને વધુ લોકો યોગને પોતાના જીવનમાં સામેલ કરી રહ્યા છે - પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ વિશે વાત કરતા કહ્યું કે 21 જૂને દેશ અને દુનિયાભરના લાખો લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેની શરૂઆત 10 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 10 વર્ષોમાં, દર વર્ષે તેમની પરંપરા પહેલા કરતા વધુ ભવ્ય બની છે. આ દર્શાવે છે કે વધુને વધુ લોકો યોગને પોતાના જીવનમાં સામેલ કરી રહ્યા છે.