હૈદ્રાબાદઃ હૈદ્રાબાદમાં એક 13 વર્ષની યુવતીનું 68 દિવસના ઉપવાસ રાખ્યા બાદ મૃત્યું થઈ ગયું. આ યુવતી જૈન ધર્મના પવિત્ર દિવસો 'ચૌમાસા' દરમિયાન વ્રત પર હતી અને વિતેલા સપ્તાહે 68 દિવસના ઉપવાસ બાદ તેનું મૃત્યું થયું.


આઠમાં ધોરણણાં અભ્યાસ કરતી આરાધના હૈદ્રાબાદની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પરિવારનો દાવો છે કે 68 દિવસના ઉપવાસ બાદ પારણા કર્યા બાદ તેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યું થઈ ગયું.

આરાધનાના અંતિમ સંસ્કારમાં ઓછામાં 600 લોકો ઉપસ્થિત હતા જે તેને બાળ તપસ્વીના નામથી સંબોધિત કરતા હતા. એટલું જ નહીં આરાધનાના શબ યાત્રાને 'શોભા યાત્રા' નામ આપવામાં આવ્યું. આ પરિવારના જાણકાર લોકોનું કહેવું છે કે, યુવતીએ આ પહેલા 41 દિવસના ઉપવાસ પણ સફળતાપૂર્વક કર્યા હતા.

જ્યારે જૈન સમુદાયની સભ્ય લતા જૈનને એક જાણીતી ચેનલને જણાવ્યું કે, આ એક રિવાજ થઈ ગયો છે કે, લોકો અન્ન અને પાણીનો ત્યાગ કરીને ખુદને તકલીફ પહોંચાડે છે. આમ કરનાર લોકોનું ધાર્મિક ગુરુ અને સમુદાય ખૂબ સન્માન પણ કરે છે. તેને ભેટ આપવામાં આવે છે. પરંતુ આ મામલે તો યુવતી સગીર હતી. મને તેની સામે વાંધો છે. જો આ હત્યા નથી તો આત્મહત્યા તો ચોક્કસ છે.