'તપાસ એજન્સીઓના દુરુપયોગ'નો આરોપ લગાવતા 14 વિપક્ષ પાર્ટીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આ મામલે 5 એપ્રિલે સુનાવણી થશે. વિરોધ પક્ષો વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ સમક્ષ મામલો મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે કોઈપણ પેન્ડિંગ કેસમાં દખલ માંગી રહ્યા નથી, પરંતુ કોર્ટે ધરપકડ અને જામીન અંગે માર્ગદર્શિકા નક્કી કરવી જોઈએ. સિંઘવીએ એમ પણ કહ્યું કે વિપક્ષના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.






લાઈવ લોના અહેવાલ મુજબ, આમ આદમી પાર્ટી (AAP) અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) એ પક્ષકારોમાં સામેલ છે જેમણે આ અરજી દાખલ કરી છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ સમક્ષ અરજીનો ઉલ્લેખ કર્યો હતો. વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટને કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને નીચલી અદાલતોને ધરપકડ, રિમાન્ડ અને જામીન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવા વિનંતી કરી રહ્યા છે.


'95 ટકા કેસ વિપક્ષી નેતાઓ સામે છે'


વિપક્ષી દળોએ પણ સુપ્રીમને કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ મોટાભાગે નેતાઓ સામેના કેસ બંધ થઈ જાય છે અથવા તો તપાસ આગળ વધતી નથી. બીજી તરફ ભાજપે આ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરે છે. સિંઘવીએ સુપ્રીમ કોર્ટને કહ્યું, "95 ટકા કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે. અમે ધરપકડ પૂર્વે અને ધરપકડ પછીની માર્ગદર્શિકાની માંગ કરી રહ્યા છીએ."


આ પક્ષકારોએ અરજી દાખલ કરી હતી


ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, નેશનલ કોન્ફરન્સ, જનતા દળ (યુનાઈટેડ), ઝારખંડ મુક્તિ મોરચા, દ્રવિડ મુનેત્ર કઝગમ, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્રીય સમિતિ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયુક્ત અરજી દાખલ કરવામાં આવી છે.


Railway: ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઇપણ સમસ્યા નડે તો.... હવે આ એપથી મળશે તાત્કાલિક મદદ, જાણો......


Indian Railway: ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો યાત્રા કરે છે, આ સફર દરમિયાન તેને ખુબ પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે, પરંતુ આ પરેશાનીઓમાંથી બહાર આવવા માટે આપણે ફરિયાદ નોંધાવવી પડે છે, જોકે, તેમ છતાં આનાથી છૂટકારો નથી મળી શકતો. ખાસ કરીને જે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે લોકો આ સમસ્યાઓને ટ્વીટરના માધ્યમથી ભારતીય રેલવેના અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવાની કોશિશ કરે છે. જોકે, તેની અસર પણ ખાસ એવી રહેતી નથી. એટલા માટે આજે અમે તમે એક એવી એપ વિશે બતાવી રહ્યાં છીએ, જે ખુદ ભારત સરકારના રેલવે મંત્રાલયે બહાર પાડી છે, અને આના માધ્યમથી તમે ટ્રેન સંબંધિત કોઇપણ ફરિયાદને નોંધાવી શકો છો.  


શું છે આ એપનું નામ  -
મિનિસ્ટ્રી ઓફ રેલવેએ થોડાક સમય પહેલા ટ્વીટરના માધ્યમથી એક એપ લૉન્ચ કરી હતી, જેનુ નામ છે રેલમદદ (RailMadad). આ એપને લૉન્ચ કરતી વખતે રેલવે મંત્રાલયે કહ્યું હતુ કે, તમે ટ્રેન સંબંધિત કોઇપણ પ્રકારના સવાલો અને ફરિયાદોનો હલ અહીં મેળવી શકશો. આ એપ ટ્રેનથી મુસાફરી કરનારાઓ માટે કોઇ રામબાણથી કમ નથી. જો આ તમારા ફોનમાં ઇન્સ્ટૉલ છે, તો તમે ટ્રેનની અંદર નડનારી તમારી તમામ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જાણો શું છે આ એપ, ને કઇ રીતે સમસ્યાઓનું મળી શકે છે સમાધાન