નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસને ભારતીય સુરક્ષા એજન્સીઓએ એલર્ટ મોકલ્યું છે. એજન્સીઓની જાણકારી અનુસાર આતંકી ડ્રોનથી દિલ્હીમાં મોટો આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને સતર્ક કરી છે. સુરક્ષા એજન્સીઓએ જાણ કરી કે 15 ઓગસ્ટ પહેલા ખાસ કરીને 5 ઓગસ્ટ જે દિવસે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવાઈ હતી, આ દિવસે ડ્રોનના માધ્યમથી દિલ્હીમાં હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે.



સુરક્ષા એજન્સીઓના એલર્ટ પ્રમાણે ડ્રોન દ્વારા દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપી શકાય છે. 15 ઓગસ્ટ પહેલા  આતંકી અને અસામાજિક તત્વો દિલ્હીમાં ધમાકો કરી શકે છે. રાજધાની દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને તેવામાં આતંકી હુમલાનો ખતરો વધી જાય છે. 


દિલ્હી પોલીસને સુરક્ષા એજન્સીઓ તરફથી એલર્ટ કરવામાં આવી કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો, તેવામાં આ દિવસે આતંકી રાજધાનીમાં કોઈ ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓને પ્રથમવાર ડ્રોનના ખતરાનો સામનો કરવા સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.  સુરક્ષા એજન્સીઓએ જાણ કરી કે 15 ઓગસ્ટ પહેલા ખાસ કરીને 5 ઓગસ્ટ જે દિવસે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવાઈ હતી, આ દિવસે ડ્રોનના માધ્યમથી દિલ્હીમાં હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે.


આ ટ્રેનિંગમાં સોફ્ટ Kill અને હાર્ડ Kill ટ્રેનિંગ સામેલ છે. એલર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે એન્ટી સોશિયલ એલીમેન્ટ, આતંકી કે સ્લીપર સેલ આવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ સિવાય કોવિડને બહાનુ બનાવી દેશનો માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર પણ આ આતંકીઓએ રચ્યુ છે. 


ડ્રોન હુમલાના ખતરાને જોતા ઈન્ડિયન એર ફોર્સ હેડક્વાર્ટરમાં એક વિશેષ ડ્રોન કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, તેથી આવા કોઈ હુમલાને રોકી શકાય. આ સિવાય પાછલા વર્ષની તુલનામાં ડબલ એટલે કે 4 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવી રહી છે, જે કોઈપણ ડ્રોનને સરળતાથી પકડી શકે છે.