Covid 19: મુંબઈમાં કોરોનાના નવા 1751 કેસ, 27ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 27068
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2020 09:49 PM (IST)
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 27 લોકોના મોત થયા છે. મુંબઈમાં નવા 1751 કેસ નોંધાતા શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27068 પર પહોંચી છે.
મુંબઈ: સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. મુંબઈમાં આજે કોરોના વાયરસના નવા 1751 કેસ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 27 લોકોના મોત થયા છે. મુંબઈમાં નવા 1751 કેસ નોંધાતા શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27068 પર પહોંચી છે. મુંબઈની ઝુપડપટ્ટી ધારાવીમાં આજે કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. ધારાવીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1478 પર પહોંચી છે. અત્યાર સુધીમાં ધારાવીમાં કોરોનાના કારણે 57 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2940 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 44,582 પર પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં 30,474 સક્રિય દર્દીઓ છે.