XBB Sub-Variant Case In Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. દરમિયાન, ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટના કેસ પણ ઝડપથી સામે આવી રહ્યા છે. રાજ્યમાં બુધવાર (19 ઓક્ટોબર) સુધીમાં ઓમિક્રોનના XBB સબ-વેરિયન્ટના 18 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે XBB વેરિઅન્ટ માટે લોકોને એલર્ટ કર્યા છે અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન સલાહ આપી છે.


મુંબઈ સિવિક બોડીએ મંગળવારે (18 ઓક્ટોબર) એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને આગામી તહેવારોની મોસમ પહેલા COVID-19 નિવારણના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી જેથી કેસની સંખ્યામાં વધુ વધારો થતો અટકાવી શકાય. મુંબઈમાં ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધી દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે.


XBB સબ-વેરિઅન્ટનો ખતરો વધ્યોઃ


ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ XBBનો ખતરો પણ વધી ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં XBB વેરિયન્ટના 18 કેસ નોંધાયા છે. નિષ્ણાતો કહે છે કે XBB અન્ય તમામ સબ-વેરિયન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. તે વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળ્યો છે. XBB એ Omicron ના BA.2.75 અને BJ.1 સબ-વેરિયન્ટનો એક હાઈબ્રિડ વેરિયન્ટ છે.


નવા સબ વેરિયન્ટ અંગે ડૉક્ટરનું શું કહેવું છે?


CII પબ્લિક હેલ્થ કાઉન્સિલના પ્રમુખ અને AIIMSના ભૂતપૂર્વ નિયામક ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના નવા વેરિયન્ટ આવવાની શક્યતા પહેલેથી રાખવામાં આવી રહી છે જેમાં મ્યુટેશન થવાનો ટ્રેન્ડ છે. હવે પરિસ્થિતિ અલગ છે, અગાઉ લોકોનું રસીકરણ થયું નહોતું, પરંતુ હવે લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધેલી છે અને વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે.


બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો...


ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જો તમે બહાર જઈ રહ્યા હોવ અને ખાસ કરીને ભીડવાળી જગ્યાએ, તો તમારે ફેસ માસ્ક પહેરવું જ જોઈએ. વૃદ્ધોએ બહાર જવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. જો કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની અને ICUમાં દાખલ થવાની શક્યતા ઓછી છે.


આ પણ વાંચો....


Congress અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુંઃ "દેશને તાનાશાહીની ભેટ ના ચડાવી શકાય"