કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં અથડામણ દરમિયાન બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સૈન્ય તરફથી આ વાતને સમર્થન આપ્યું હતુ. સૈન્ય અધિકારીએ કહ્યું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિંયા જિલ્લાના હિંન્દસીતાપુર વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી ત્યારબાદ વિસ્તારને ઘેરવામાં આવ્યા હતો અને તપાસ અભિયાન ચલાવ્યુ હતું. આતંકીના અન્ય સાથી હજુ વિસ્તારમાં છે એટલા માટે જોઇન્ટ ઓપરેશન ચાલી રહ્યું છે.


સૈન્ય અધિકારીએ કહ્યું કે, તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ફાયરિંગ કર્યુ હતું ત્યારબાદ અથડામણ શરૂ થઇ હતી જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. અથડામણ દરમિયાન સૈન્યએ વ્યાપક પ્રમાણમાં હથિયારનો જથ્થો જપ્ત કર્યો હતો. કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આતંકીની ઓળખ ઇશ્ફાક અહમદ તરીકે થઇ હતી. તે અગાઉ તારીક ઉલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી. બાદમાંથી તે જેલમાંથી છૂટ્યો હતો. બહાર આવ્યા બાદ તે ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત ગ્રુપ જોઇન કર્યું હતું.