નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનુ સંકટ વધુને વધુ વિકટ બનતુ જઇ રહ્યું છે. જીવલેણ કોરોના દિવસે દિવસો લોકોને મોતના મોંમાં ધકેલી રહ્યો છે. હજુ નવેમ્બર મહિનો પુરો પણ નથી થયો ત્યાં તો કોરોનાથી મોતનો આંકડો બે હજારને પાર કરી ચૂક્યો છે. એકલા નવેમ્બરમાં 2001 કોરોના દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે, સાથે અત્યાર સુધીનો કુલ મોતનો આંકડો 8 હજારને પાર કરી ચૂક્યો છે. આમાંથી લગભગ બે હજાર મોતો 1 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે નોંધાઇ છે.


દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં સતત ચોથા દિવસે કોરોનાથી 100થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. આ સાથે હવે કોરોનાથી કુલ મોતનો આંકડો 8512 પર પહોંચી ગયો છે.

એકલા નવેમ્બર મહિનામાં કોરોનાનો મોતના આંકડા....
1 નવેમ્બર - 51 મોત
2 નવેમ્બર - 42 મોત
3 નવેમ્બર - 48 મોત
4 નવેમ્બર - 51 મોત
5 નવેમ્બર - 66 મોત
6 નવેમ્બર - 64 મોત
7 નવેમ્બર - 79 મોત
8 નવેમ્બર - 77 મોત
9 નવેમ્બર - 71 મોત
10 નવેમ્બર - 83 મોત
11 નવેમ્બર - 85 મોત
12 નવેમ્બર - 104 મોત
13 નવેમ્બર - 91 મોત
14 નવેમ્બર - 96 મોત
15 નવેમ્બર - 95 મોત
16 નવેમ્બર - 99 મોત
17 નવેમ્બર - 99 મોત
18 નવેમ્બર - 131 મોત
19 નવેમ્બર - 98 મોત
20 નવેમ્બર - 118 મોત
21 નવેમ્બર - 111 મોત
22 નવેમ્બર - 121 મોત
23 નવેમ્બર 121 મોત

નવેમ્બર મહિનામાં થઇ રહેલી રેકોર્ડ તોડ મોત માટે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પરાળ સળગાવવાથી થતા પ્રદુષણને જવાબદાર ગણાવ્યુ છે. પરાળ સળગાવાથી પ્રદુષણ વધ્યુ છે અને તેના કારણે સ્થિતિ બગડી છે.