આ પત્રમાં સહી કરનારમાં આ પત્ર લખનારાઓમાં 5 ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદ અને ઘણા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. સહી કરનારામાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબલ, મનિષ તિવારી. શશી થરૂર, વિવેક તનખા, મુકુલ વાસનિક, જિતિન પ્રસાદ, ભૂપિન્દરસિહં હૂડ્ડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચવ્હાણ, પી.જે. કુરીયન, અજયસિંહ, રેણુકા ચૌધરી, મિલિન્દ દેવરા, અરવિન્દરસિહં લવલી, કૌલસિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ, કુલદીપ શર્મા, યોગેન્દ્ર સાસ્ત્રી અને સંદીપ દિક્ષીતની સહી છે.
પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપ સતત આગળ વધી રહ્યો છે, અગાઉની ચૂંટણીમાં યુવાનોએ નરેન્દ્ર મોદીને મોટા પ્રમાણમા મત આપ્યા હતા. કોંગ્રેસનો આધાર ઓછો થવા અને યુવાનોનો પક્ષ પરથી આત્મવિશ્વાસ તૂટવા અંગે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લગભગ 15 દિવસ પહેલા મોકલવામાં આવેલા આ લેટરમાં એવો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે, જેની વાતો કદાચ હાલની લીડરશિપને ખૂંચી શકે છે.