Yogi Adityanath: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મોકલવા બદલ મુંબઈ પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે. યુવતીની ઓળખ ફાતિમા ખાન (24) તરીકે થઈ છે. તે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. તેણે ITમાં B.Sc કર્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેના પિતાનો લાકડાનો ધંધો છે. છોકરી ભણેલી છે પણ માનસિક રીતે અસ્થિર છે. શનિવારે, મુંબઈ ટ્રાફિક પોલીસના વૉટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો આદિત્યનાથે 10 દિવસની અંદર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપ્યું તો તેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે.
ધમકી આપનારી મહિલા કોણ ?
મહિલાની ઓળખ ફાતિમા ખાન તરીકે થઈ છે. મહિલા શિક્ષિત છે અને તેણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BSC કર્યું છે. ફાતિમા તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે તેના પિતા લાકડાનો વ્યવસાય કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સારી રીતે ભણેલી છે, પરંતુ માનસિક રીતે અસ્થિર છે.
ચૂંટણી પ્રચાર કરવા મહારાષ્ટ્ર આવી શકે છે યોગી
પોલીસે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે ફાતિમાએ આ મેસેજ મોકલ્યો હતો. મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) એ ઉલ્હાસનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં છોકરીને શોધી કાઢી અને તેને કસ્ટડીમાં લીધી. મામલાની તપાસ ચાલુ છે. આદિત્યનાથ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવી શકે છે અને તેથી પોલીસ એલર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો
'ઝારખંડમાં જરૂર લાગુ થશે યૂસીસી', વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનું મોટું નિવેદન