નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરમાં હાલમાં કોરોના વાયરસ વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. કેટલાક સપ્તાહ પહેલા જ બ્રિટેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી વિકસિત કરવામાં આવી રહેલ રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયયલ શરૂ થઈ ગઈ છે. હવે ભારતમાં પણ તેનું બીજી તબક્કાનું હ્યુમન ટ્રાયલની તૈયારી થઈ ગઈ છે. ભારતમાં આ સપ્તાહથી આ ટ્રાયલ શરૂ થઈ શકે છે.


સોમવાર અથવા મંગળાર સુધીમાં આપવામાં આવશે ડોઝ

ઓક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી ભારતમાં વેક્સીનનું ટ્રાયલ અને પ્રોડક્શન કરી રહેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 3-4 એવી જગ્યા (ટ્રાયલ સાઈટ્સ)ની ઓળખ કરી લીધી છે, જ્યાં ટ્રાયલને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ વેક્સીનના ડોઝ આ સપ્તાહના સોમવાર અથવા મંગળવારથી ટ્રાયલ થઈ શકે છે. ICMRના અધિકારીઓ અનુસાર આ ટ્રાયલ સાઈટ્સમાં એક સાથે ટ્રાયલ શરૂ થઈ શકે છે.

ભારતમાં કોવિશીલ્ડ નામથી થશે નિર્માણ

બ્રિટનમાં આ વેક્સીનનું હ્યુમન ટ્રાયલનના સારા પરિણામ જોવા મળી રહ્યા હતા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળી હતી. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેનું ટ્રાયલ કરી રહી છે. તેને દેશમાં કોવિશીલ્ડ (Covishield)નામ આપવામાં આવ્યું છે.

પુણેમાં 4 ટ્રાયલ સાઈટની પસંદગી કરવામાં આવી છે. આ સાઈટ છે - ભારતી વિદ્યાપીઠ ડીમ્ડ યૂનિવર્સિટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જહાંગીર ક્લીનિકલ ડેવલપમેન્ટ સેન્ટર, KEM હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને બીજે મેડિકલ કોલેજ અને સૈસન જનરલ હોસ્પિટલ

જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટે રવિવારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, ટ્રાયલમાં સફળતા મળવા અને તમામ પ્રકારના રેગ્યુલેટરી એપ્રૂવલ મેળવ્યા બાદ જ વેક્સીનનું કોમર્શિયલ ધોરણે પ્રોડક્શન શરૂ કરવામાં આવશે.