નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3390 કેસ અને 103 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 56342 પર પહોંચી છે. જેમાં 37916 એક્ટિવ છે, 16,540 લોકો સ્વસ્થ થયા છે.



છેલ્લા 24 કલાકમાં 1273 લોકો સ્વસ્થ થયા છે. કોરોના વાયરસનો દેશમાં રિકવરી રેટ 29.36  ટકા છે. દેશના 42 જિલ્લાઓમાં છેલ્લા 28 દિવસથી નવો કેસ નથી નોંધાયો. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1886 લોકોના મોત થયા છે.



ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, અલગ-અલગ જગ્યા પર ફસાયેલા લોકોની અવર જવર માટે રેલવેએ 222 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે. 2.5 લાખથી વધારે લોકોએ આ સુવિધાનો ઉપયોગ કર્યો છે.