5G Services Launch: સરકારે ટેલિકોમ કંપનીઓને 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. જે બાદ દેશમાં 5G મોબાઈલ સર્વિસની વહેલી શરૂઆત માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ મેળવનાર કંપનીઓને સ્પેક્ટ્રમ અસાઇનમેન્ટ આપવામાં આવ્યા છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને ટેલિકોમ સર્વિસ કંપનીઓને 5જી મોબાઈલ સેવા શરૂ કરવાની તૈયારી કરવા વિનંતી કરી છે.






વાસ્તવમાં જે કંપનીઓને હરાજીમાં સ્પેક્ટ્રમ મળ્યું છે તેમણે સરકારને સ્પેક્ટ્રમ માટે ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું છે. ભારતી એરટેલે 5G હરાજીમાં મેળવેલા સ્પેક્ટ્રમ માટે રૂ. 8,312.4 કરોડની ચુકવણી કરી છે. એરટેલે કહ્યું કે તેણે 5G સ્પેક્ટ્રમના 4 વર્ષના લેણાંની એડવાન્સ પેમેન્ટ કરી છે. રિલાયન્સ જિયોએ 7864 કરોડનો પહેલો હપ્તો આપ્યો છે. કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવી રહ્યા છે. જે બાદ અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓને 5G સર્વિસ શરૂ કરવાની તૈયારી કરવા કહ્યું છે.


રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ ઓગસ્ટ 2022માં 5G મોબાઇલ સેવાઓ શરૂ કરશે. એરટેલનું કહેવું છે કે માર્ચ 2024 સુધીમાં ભારતી એરટેલ દેશના તમામ શહેરો અને મુખ્ય ગ્રામીણ વિસ્તારોમાં 5G મોબાઇલ સેવા પ્રદાન કરશે.


હકીકતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી જુલાઈના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈ હતી. સાત દિવસની 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. જેમાં એકલા રિલાયન્સ જિયોનો હિસ્સો 59 ટકાની નજીક છે. રિલાયન્સ જિયોએ રૂ. 88,078 કરોડના 5જી સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. રિલાયન્સ જિયો પછી, ભારતી એરટેલે રૂ. 43,039.63 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે.







 


Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....


Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....


ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...


LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?