ઉત્તરપ્રદેશ: રોડની સાઈડમાં સુઈ રહેલા શ્રદ્ધાઓ પર બસ ફરી વળી, એક જ પરિવારના 7નાં મોત
abpasmita.in | 11 Oct 2019 12:49 PM (IST)
તમામ મૃતકો હાથરસના રહેવાસી છે અને બુલંદશહેર સ્થિત નરૌરા ઘાટ પર ગંગા સ્નાન કર્યાં બાદ પરત ફરી રહ્યા હતાં.
લખનઉઃ શુક્રવાર સવારે ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ફૂલ સ્પીડે આવી રહેલી બસે રોડની સાઈડમાં સુઈ રહેલા શ્રદ્ધાળુઓ પર બસ ચઢાવી દીધી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 7 લોકોનાં મોત નિપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ સુત્રો પ્રમાણે, તમામ મૃતકો હાથરસના રહેવાસી છે અને બુલંદશહેર સ્થિત નરૌરા ઘાટ પર ગંગા સ્નાન કર્યાં બાદ પરત ફરી રહ્યા હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના બાદ ખાનગી બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બસ વૈષ્ણવ દેવીથી શ્રદ્ધાળુઓને લઈને પરત ફરી રહી હતી. દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.