7th Pay Commission: આખરે કેન્દ્રીય કર્મચારીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ખુશખબર આવી ગયા છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી વધવા જઈ રહ્યું . કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સીધા જ 28 ટકા થઈ જશે. આ વધારાનો લાભ તેમને પગારમાં પણ જોવા મળશે.
આ ઉપરાંત કર્મચારીઓ માટે સારા સમાચાર એ પણ છે કે તેમને તેમના અટકી પડેલ ત્રણ હપ્તા પણ ચૂકવવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 17 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળે છે જે હવે 11 ટકા વધીને 28 ટકા થઈ જશે તો સ્પષ્ટ છે કે કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે.
કર્મચારીઓને સીધા જ બે વર્ષના મોંઘવારી ભથ્થા (DA)નો ફાયદો એક સાથે મળવાનો છે. કારણ કે જાન્યુઆરી 2020માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું હતું, પછી બીજી વખત જૂન 2020માં 3 ટકા વધ્યું હતું, હવે જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થું ફરી એક ખત 4 ટકા વધ્યું છે. એટલે કે કુલ 28 ટકા થઈ ગયું છે. જોકે, આ ત્રણેય હપ્તાની ચૂકવણી હજુ થઈ નથી.
નોંધનીય છે કે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો પે-મેટ્રિક્સ પ્રમાણે ઓછામાં ઓછો પગાર 18000 રૂપિયા છે. તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું જોડાવાવની આશા છે. આ રીતે 2700 રૂપિયા મહિને સીધો પગાર વધી જશે. વાર્ષિક આધારે જોવામાં તો કુલ મોંઘવારી ભથ્થું 32400 રૂપિયા વધશે.
જૂન 2021માં મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે. સૂત્રો અનુસાર ત્યારે પણ 4 ટકા વધવાનો અંદાજ છે. જો આમ થાય તો 1 જુલાઈના રોજ ત્રણ ભાગમાં ચૂકવમી બાદ આગામી 6 મહિનામાં 4 ટકાની ચૂકવણઈ થશે. મોંઘવારી ભથ્થું કુલ 32 ટકા પહોંચી શકે છે.
હાલમાં ડીએ 17 ટકા પ્રમાણે મળે છે. કેન્દ્ર સરકાર તેને દર છ મહિને રિવાઈસ કરે છે. તેની ગણતરી બેસિક પેના આધારે ગણવામાં આવે છે. હાલમાં કર્મચારીઓ અને પેંશનરોને અલગ અલગ ડીએ મળે છે..
કોરોનાને કારણે વિતેલા વર્ષે સરકારે 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું ફ્રીઝ કરી દીધું હતું. પેંશનરોની મોંઘવારી રાહત (Dearness relief, DR)ની રકમ પણ 1 જુલાઈ 2021 સુધી નહીં વધે. આ નિર્ણયથી સરકારને નાણાંકીય વર્ષ 2021-22માં કુલ 37000 કરોડ રૂપિયાની બચત થઈ છે. જોકે, કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે તેને 1 જાન્યુઆરી બાદથી એરિયરની ચૂકવણી થવી જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એરિયરની ચૂકવણી નહીં થાય. જુલાઈ 2021માં DA અને DRને લઈને જે નિર્ણય થશે તેને એક એક કરીને લાગુ કરવામાં આવશે.