1 સપ્ટેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થઇ રહ્યાં છે. જેની અસર આપના બજેટ પર પડશે. ચેક ક્લિયરિંગથી માંડીને EPFના નિયમો બદલાય રહ્યાં છે.


ક્યા નિયમો 1 SEPથી બદલાશે?



  • 1સપ્ટેમ્બરથી, જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી, તો તમારા એમ્પ્લોયર તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટમાં ક્રેડિટ કરી શકશે નહીં.

  • 2.મોટાભાગની બેંકો 1 સપ્ટેમ્બરથી પીપીએસ લાગુ કરવા જઈ રહી છે.જેથી 1 સપ્ટેમ્બરથી 50,000 રૂપિયાથી વધુના ચેક આપવું તમારા માટે સમસ્યા બની શકે છે.

  • પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર, 2021 થી બચત ખાતામાં જમા પર વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે, બેંકે બચત ખાતાઓ પર વ્યાજ દર વાર્ષિક 3 ટકાથી ઘટાડીને 2.90 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

  • 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે.

  •  1 સપ્ટેમ્બરથી જ્યારે પણ નવું વાહન વેચાય ત્યારે તેનો બમ્પર-ટુ-બમ્પર વીમો ફરજિયાત કરાશે.

  • 1 સપ્ટેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મોંઘુ થઈ જશે.

  • હવે 1 સપ્ટેમ્બરથી એમેઝોનથી માલ મંગાવવાનું મોંઘુ બનાવશે.

  • 1 સપ્ટેમ્બરથી ગૂગલ નવી પોલીસી લાગૂ કરવા જઇ રહી છે. જેથી નકલી કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર પ્રતિબંધ મુકવામાં આવશે