સૂરજ ઓઝાઃ કોરોના કાળમાં તમામ સ્કૂલ અને ક્લાસીસ ઓનલાઇન માધ્યમથી ચલાવવામાં આવી રહ્યાં છે. મુંબઇના શાહૂનગર વિસ્તારમાં એક આવા ઓનલાઇન ક્લાસ દરમિયાન એક વિદ્યાર્થી અશ્લીલ હરકતો કરવા લાગ્યો.


શાહૂનગર પોલીસે બતાવ્યુ કે, આ કેસ તે સમયનો છે, જ્યારે 9માં ધોરણનો ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યો હતો. પોલીસનુ માનવુ છે કે, સગીર બાળોને આપવામાં આવેલા ઝૂમ આઇડીમાંથી કોઇ એક આઇડીનો ઉપયોગ કરીને આરોપીએ ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તેને અશ્લીલ હરકતો કરવાની શરૂ કરી દીધી હતી. 


આ મામલો સામે આવ્યા બાદ સ્કૂલે આ વાતની જાણકારી પોલીસને આપી, આ પછી શાહૂનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.  


આ પહેલા પણ થયો છે !
ઉલ્લેખનીય છે કે, થોડાક મહિનાઓ પહેલા આ રીતેનો એક કેસ સાકિનાકા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો હતો, જ્યાં ઓનલાઇન ક્લાસમાં એક છોકરાએ અશ્લીલ હરકતો કરી હતી, પોલીસે તેને બીજા રાજ્યોમાં લૉકેટ કર્યો અને બાદમાં જાણવા મળ્યુ કે તે છોકરો સગીર હતો, અને છોકરાને પુછવા પર તેને બતાવ્યુ હતુ કે તેને એમ જ કરી દીધુ હતુ.  


આ પ્રકારનો બીજો એક મામલો મુંબઇમાં નોંધાઇ ચૂક્યો છે, આ ત્રીજો કેસ સામે આવ્યો છે, આ પછી કેટલાય માતા પિતાને ઓનલાઇન ક્લાસથી ડર પણ લાગવા લાગ્યો છે.