aircraft crash: રાજસ્થાનના ભરતપુરમાં વિમાન દુર્ઘટના સામે આવી છે. ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. એરિયલ ટ્રેનિગ દરમિયાન આ દુઘટના બની છે.
આ દુર્ઘટના અંગે જિલ્લા કલેક્ટર આલોક રંજને કહ્યું કે, પોલીસ અને પ્રશાસનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. વિમાન દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
રાજસ્થાનના ભરતપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં પિંગોરા રેલવે સ્ટેશન પાસે એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પ્લેનના ટુકડા થઈ ગયા છે. તેમાં આગ લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ આ ફાઈટર જેટે આગરાથી ઉડાન ભરી હતી. ભરતપુરના ડીએમ આલોક રંજને જણાવ્યું કે, ભરતપુર પાસે એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે..
ઝારખંડના ધનબાદમાં હોસ્પિટલમાં ભીષણ આગ
Dhanbad Hospital Fire:ઝારખંડનાધનબાદના હઝરા ક્લિનિકમાં લાગેલી ભીષણ આગને કારણે આ હોસ્પિટલના ડૉક્ટર દંપતી સહિત પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
શનિવારની સવાર ધનબાદ માટે દુઃખદ સમાચાર લઈને આવી. શહેરના પ્રખ્યાત હાજરા ક્લિનિકમાં લાગેલી ભીષણ આગને કારણે આ હોસ્પિટલના ડોક્ટર દંપતી સહિત છ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે એક ઘાયલ છે. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે શ્વાસ રૂંધાવાથી દરેકના મોત થયા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેલિફોન એક્સચેન્જ રોડ સ્થિત શહેરની જાણીતી હાજરા ક્લિનિક એન્ડ હોસ્પિટલમાં બપોરે 1 વાગ્યે આગ લાગી હતી. જેમાં ડૉ.વિકાસ હઝરા અને તેમની પત્ની ડૉ.પ્રેમા હઝરા, તેમની નોકરાણી તારા દેવી, ડૉક્ટરની ભત્રીજી સહિત પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે આગના કારણે એક વ્યક્તિ ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગના જવાનોએ આગને કાબુમાં લેવા માટે આઠ ફાયર એન્જીનોને કામે લગાડી હતી, પરંતુ ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવી શકી ત્યાં સુધીમાં તબીબ દંપતિ સહિત અહીં હાજર પાંચ લોકોના મોત નિપજ્યા હતા.
ધુમાડો ગૂંગળામણને કારણે મૃત્યુ