Sasaram Railway Station: બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને વરિષ્ઠ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના સોમવારે સવારે 5:45 વાગ્યે બની હતી. હંમેશાની જેમ ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર ઉભી રહી હતી. તેમાં મુસાફરો બેસી રહ્યા હતા ત્યારે અચાનક કોચ B-3ના ટોઇલેટમાંથી ધૂમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો. 

Continues below advertisement

મોટી દુર્ઘટના ટળી, બધા મુસાફરો સુરક્ષિત

Continues below advertisement

સદનસીબે તે સમયે કોચમાં વધારે ભીડ નહોતી. આગની માહિતી મળતાં રેલવે કર્મચારીઓ અને સુરક્ષા દળોએ ઝડપથી કાર્યવાહી કરી, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ઘટનાસ્થળે પહોંચેલા રેલવે સ્ટાફ, સ્થાનિક કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. આ તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

સાસારામ આરપીએફના ઇન્સ્પેક્ટર સંજીવ કુમારે સત્તાવાર રીતે પુષ્ટી કરી હતી કે આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયો નથી. સમયસર કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 

આ પણ વાંચોઃ રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત

અગાઉ મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી હતી. રતલામમાં ભારતીય રેલવેના કોટા વિભાગ હેઠળ વિક્રમગઢ આલોટ અને લુનિરિછા સ્ટેશનો વચ્ચે દિલ્હી જતી તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં સવારે 5:15 વાગ્યે આગ લાગી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે આના કારણે મુંબઈ-દિલ્હી રૂટ પર ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી.  

આગ લાગવા પાછળનું કારણ હાલમા જાણી શકાયું નથી. તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. આરપીએફએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા પછી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સાસારામ-પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી.  શોર્ટ સર્કિટની આગ લાગી હોવાની આશંકા છે.