આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. દરેક નાના-મોટા કામ માટે આધાર કાર્ડ જરૂરી છે પછી ભલે તમારે કોઈ બુકિંગ કરાવવું હોય કે ક્યાંક પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું હોય. આજકાલ આધાર કાર્ડ દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ પણ ઘણા વધી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.
આધાર કાર્ડ દ્વારા થતી છેતરપિંડીથી બચવા માટે તમારે સમય સમય પર તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરતા રહેવું જોઇએ જેથી તમને ખબર પડે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે. તમે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ખૂબ જ સરળતાથી ઓનલાઈન ચકાસી શકો છો. આજે અમે તમને જણાવીશું કે તમે આધાર કાર્ડનો ઇતિહાસ ઓનલાઈન કેવી રીતે ચકાસી શકો છો.
યુનિક આઇન્ડેટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI બધા આધાર કાર્ડ ધારકોને તેમના આધાર કાર્ડની હિસ્ટ્રી તપાસવાની સુવિધા પૂરી પાડે છે. આ તપાસવા માટે તમે UIDAI વેબસાઇટની ઓનલાઈન મુલાકાત લઈ શકો છો.
આ રીતે ઓનલાઈન ચેક કરો
સૌ પ્રથમ myAadhaar પોર્ટલ પર જાવ અને તમારા આધાર કાર્ડ નંબર અને OTP દ્વારા લોગિન કરો.
લોગ ઇન કર્યા પછી Authentication History વિકલ્પ પર ક્લિક કરો.
તમે તમારા આધાર કાર્ડનો ઇતિહાસ કયા દિવસે તપાસવા માંગો છો તે તારીખ પસંદ કરો.
હવે તમારા આધાર કાર્ડની વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે.
જો તમને અહીં કંઈક એવું દેખાય જેના વિશે તમને ખબર ન હોય તો તરત જ UIDAI ને તેની ફરિયાદ કરો.
આધાર કાર્ડમાં નામ અને સરનામું કેટલી વાર બદલી શકાય છે ?
આધાર કાર્ડ પર તમે તમારું નામ માત્ર બે વાર બદલી શકો છો. UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમના આધાર કાર્ડમાં સરનામું ઘણી વખત અપડેટ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું સ્થાન બદલ્યું છે, તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, આધાર કાર્ડમાં એડ્રેસ ઘણી વખત બદલી શકાય છે. જો કે, સરનામું બદલવા માટે, તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રેશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.