Aadhaar Card Update: જો તમારે તમારા આધાર કાર્ડમાં ફોટો સરનામું વગેરે અપડેટ કરવું હોય, તો તમે મફતમાં કરાવી શકો છો. તમારી પાસે હજુ મફતમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવવાની તક છે. UIDAI એ મફત આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખ વધારીને 14 ડિસેમ્બર કરી છે. આ સમયમર્યાદા સુધી તમે કોઈ ફી આપ્યા વગર તમારી આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવી શકો છો. તમે માય આધાર પોર્ટલ પર જઈને આ કરી શકો છો. જો તમારું આધાર 10 વર્ષ જૂનું છે અને તમે હજુ સુધી કોઈ વિગત અપડેટ નથી કરાવી, તો તમે આ તકનો લાભ લઈ શકો છો.


શું શું અપડેટ કરાવી શકો છો


આધાર કાર્ડમાં તમે ફોટો, સરનામું, લિંગ, નામ, જન્મતારીખ વગેરે બદલાવી શકો છો. આ ઉપરાંત તમે આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને ઈમેલ પણ બદલાવી શકો છો. આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે તમને રેશન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરનામાનો પુરાવો જેવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તમે સરળતાથી આધાર કાર્ડની વિગતો ઓફલાઈન પણ અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. ઓફલાઈન આધાર અપડેટ કરાવવા પર તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.






આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવવાની પ્રક્રિયા


સ્ટેપ 1 - સૌથી પહેલા તમારે આધારની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જવાનું છે.


સ્ટેપ 2 - હવે તમે OTP દ્વારા લોગ ઈન કરો.


સ્ટેપ 3 - આ પછી તમારી પ્રોફાઈલ દેખાશે. હવે જે માહિતી તમારે બદલવી છે તેને અપડેટ કરો.


સ્ટેપ 4 - હવે તેનો પુરાવો લગાવીને સબમિટ કરી દો. દસ્તાવેજની સાઈઝ 2MB થી ઓછી ન હોવી જોઈએ. ફાઈલ ફોર્મેટ JPEG, PNG અથવા PDF હોવી જોઈએ.


કોઈ ફી ન હોવાને કારણે તમારે કોઈ ચુકવણી કરવી પડશે નહીં. તમે માત્ર તે જ માહિતી ઓનલાઈન અપડેટ કરી શકો છો, જેના માટે ડેમોગ્રાફિક અપડેટની જરૂર નથી.


આ પણ વાંચોઃ


શું બીયર પેટ માટે સારું છે?