Maharashtra Election Result 2024: એક સમયે શિવસેનાનો ગઢ ગણાતી વરલી બેઠક પર આ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો.  આદિત્ય ઠાકરેએ આ બેઠક પર પોતાની જીત જાળવી રાખી છે. તેમણે મિલિંદ દેવરાને ખરાખરીના જંગમાં  હરાવ્યા છે. કોંગ્રેસ છોડીને શિવસેના-શિંદે ગઠબંધનમાં જોડાનાર મિલિંદ દેવરા આ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં હતા ત્યારે શિવસેના-ઉદ્ધવ નેતા આદિત્ય ઠાકરે મહાવિકાસ અઘાડી તરફથી તેમના મુખ્ય હરીફ હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરે આ બેઠક પરથી જીત્યા હતા અને હાલમાં આદિત્ય ઠાકરે આ બેઠક પરથી ધારાસભ્ય છે.


શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ગત વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે આ વખતે તેનો રસ્તો આસાન જણાતો ન હતો કારણ કે એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતાર્યા હતા. 


અહીં મુકાબલો ખૂબ જ રસપ્રદ હતો કારણ કે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અહીંથી ચૂંટણી લડ્યા અને 8 હજારથી વધારે મતથી જીત  મેળવી છે. બાલાસાહેબ ઠાકરે જૂથના શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે દિગ્ગજ નેતા મિલિંદ દેવરાને  હાર આપી છે.


આ સીટ પર 1990થી શિવસેનાનું વર્ચસ્વ છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરેએ 65 ટકા વોટ શેર સાથે આ સીટ જીતી હતી. દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર મિલિંદ દેવરાના પરિવારનો પ્રભાવ છે અને વરલી વિધાનસભા સીટ તેની હેઠળ આવે છે. તેમના પિતા મુરલી દેવરા પણ આ બેઠક પરથી ઘણી વખત સાંસદ રહી ચૂક્યા છે.


2019 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો


આદિત્ય ઠાકરેને 89,248 મત મળ્યા 
એનસીપીના સુરેશ માનેને 21,821 વોટ મળ્યા.
VBAના ગૌતમ ગાયકવાડને 6,572 મત મળ્યા હતા.


2014 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો


SHSના સુનિલ શિંદેને 60,625 વોટ મળ્યા (જીત્યા)
એનસીપીના સચિન આહિરને 37,613 વોટ મળ્યા હતા.
બીજેપીના સુનીલ રાણેને 30,849 વોટ મળ્યા.  


મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો અણધાર્યા રહ્યા છે. ચૂંટણી પંચની સાઈટ પર ઉપલબ્ધ વલણો અનુસાર મહાયુતિ બહુમતી તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમના ઘટક પક્ષ ભાજપે 7 બેઠકો જીતી છે અને 123 બેઠકો પર આગળ છે. એકનાથ શિંદેની શિવસેનાએ 5 બેઠકો જીતી છે અને 50 બેઠકો પર આગળ ચાલી રહી છે. અજિત પવારની એનસીપીએ ચાર બેઠકો જીતી છે અને 36 બેઠકો પર આગળ છે.   


Maharashtra Election Result: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદની હાર, અણુશક્તિ નગરથી સના મલિકની જીત