AAP Candidate List 2025: દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. તેની ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે શાસક પક્ષ AAP એ તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. AAP એ આજે (15 ડિસેમ્બર) ચોથી અને છેલ્લી યાદી બહાર પાડી જેમાં કન્વિનર અરવિંદ કેજરીવાલ અને સીએમ આતિશી જેવા મોટા નામો છે.
AAPએ પ્રથમ યાદીમાં 11, બીજીમાં 20, ત્રીજામાં એક અને ચોથીમાં 38 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ બે યાદીમાં મોટાભાગે નવા ચહેરાઓ છે. જ્યારે કેટલાક ચહેરા એવા છે જેઓ તાજેતરમાં ભાજપ કે કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે. ત્રીજી યાદીમાં AAP એ નજફગઢથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો જ્યાંથી પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ચૂંટણી જીત્યા હતા. ગેહલોત હાલમાં જ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ મંત્રીઓ પર ફરી વ્યક્ત કર્યો વિશ્વાસ અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના મંત્રીઓ અને મોટા ચહેરાઓની ટિકિટ જાળવી રાખી છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી, આતિશી કાલકાજીથી, ગોપાલ રાય બાબરપુરથી, સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, ઈમરાન હૂસૈન બલ્લીમારનથી અને મુકેશકુમાર અહલાવત સુલતાનપુર મજરાથી ચૂંટણી લડી રહ્યા છે.
આપના તમામ 70 ઉમેદવારોનું લિસ્ટ -
1. નરેલા- દિનેશ ભારદ્વાજ2. તિમારપુર- સુરેન્દ્રપાલ સિંહ બિટ્ટુ3. આદર્શ નગર- મુકેશ ગોયલ4. મુંડકા- જસબીર કરાલા5. મંગોલપુરી- રાકેશ જાટવ ધર્મરક્ષક6. રોહિણી- પ્રદીપ મિત્તલ7. ચાંદની ચોક- પુનરદીપસિંહ સાહની (SABI)8. પટેલ નગર- પ્રવેશ રતન9. માદીપુર- રાખી બિરલાન10. જનકપુરી- પ્રવીણ કુમાર11. બિજવાસન- સુરેન્દ્ર ભારદ્વાજ12. પાલમ- જોગીન્દર સોલંકી13. જંગપુરા- મનીષ સિસોદિયા14. દેવળી- પ્રેમકુમાર ચૌહાણ15. ત્રિલોકપુરી- અંજના પરચા16. પટપરગંજ- અવધ ઓઝા17. કૃષ્ણા નગર- વિકાસ બગ્ગા18. ગાંધી નગર- નવીન ચૌધરી (દીપુ)19. શાહદરા- પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિ20. મુસ્તફાબાદ- આદિલ અહેમદ ખાન21. છતરપુર - બ્રહ્મસિંહ તંવર22. કિરારી - અનિલ ઝા23. વિશ્વાસ નગર – દીપક સિંઘલા24. રોહતાસ નગર - સરિતા સિંહ25. લક્ષ્મી નગર – બીબી ત્યાગી26. બાદરપુર - રામ સિંહ27. સીલમપુર - ઝુબેર ચૌધરી28. સીમાપુરી – વીર સિંહ ધીંગાન29. ખોંડા – ગૌરવ શર્માને30. કરાવલ નગર – મનોજ ત્યાગી31. મતિયાલા - સોમેશ શૌકીન32. બુરારી - સંજીવ ઝા33. બદલી - અજેશ યાદવ34. રિથાલા – મોહિન્દર ગોયલ35. બાવાના- જય ભગવાન36. સુલતાનપુર માજરા- મુકેશ કુમાર અહલાવત37. નાંગલોઈ જાટ - રઘુવિન્દર શૌકીન38. શાલીમાર બાગ – બંદના કુમારી39. શકુર બસ્તી - સત્યેન્દ્ર જૈન40. ત્રિનગર – પ્રીતિ તોમર41. વઝીરપુર- રાજેશ ગુપ્તા42. મૉડલ ટાઉન- અકિલેશ પાટી ત્રિપાઠી43. સદર બજાર - સોમ દત્ત44. મટિયાલા મહેલ - શોએબ ઈકબાલ46. બલ્લીમારન - ઈમરાન હુસૈન47. કરોલ બાગ – ખાસ રવિ48. મોતી નગર – શિવચરણ ગોયલ49. રાજૌરી ગાર્ડન - ધનવતી ચંદેલા50. હરિ નગર- રાજ કુમારી ધિલ્લોન51. તિલક નગર - જરનૈલ સિંહ52. વિકાસપુરી – મહિન્દર યાદવ53. ઉત્તમ નગર – પોશ બાલ્યાન54. દ્વારકા - વિનય મિશ્રા55. દિલ્હી કેન્ટ - વિરેન્દ્રસિંહ કડિયાન56. રાજેન્દ્ર નગર - દુર્ગેશ પાઠક57. નવી દિલ્હી- અરવિંદ કેજરીવાલ58. કસ્તુરબા નગર - રમેશ પહેલવાન59. માલવીયા નગર - સોમનાથ ભારતી60. મહેરૌલી- નરેશ યાદવ61. આંબેડકર નગર - અજય દત્ત62. સંગમ વિહાર – દિનેશ મોહનિયા63. ગ્રેટર કૈલાશ - સૌરભ ભારદ્વાજ64. કાલકાજી - આતિશી65. તુગલકાબાદ - સાહી રામ66. ઓખલા - અમાનતુલ્લા ખાન67. કોંડલી - કુલદીપ કુમાર68. બાબરપુર - ગોપાલ રાય69. ગોકુલપુર - સુરેન્દ્ર કુમાર70. નજફગઢ- તરુણ યાદવ
આ પણ વાચો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું