નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. અત્યાર સુધીના વલણો પરથી એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલની સરકાર બનવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 63થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 7 સીટ પર અટકી છે.

આ પ્રચંડ જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર. ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન મંચ પર કેજરીવાલ સાથે તેમના પત્ની પણ હતા, તે સિવાય સંજય સિંહ, રાઘવ ચડ્ઢા અને સંજય સિંહ ઉપસ્થિત હતા.


કાર્યકર્તાઓને પાર્ટીના ઓફિસથી સંબોધન કરતા કહ્યું કે, કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના લોકોએ એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે‘કામની રાજનીતિ’. આ દેશ માટે એક શુભ સંકેત છે હું AAPના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું, જેઓએ મનથી માર્ટીને જીતાડવા માટે કામ કર્યું.


અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું પ્રભુ હનુમાનજીનો પણ ખૂબ ખૂભ આભાર વ્યક્ત કરવા માંગું છું કે જેમણે દિલ્હી પર પોતાની કૃપા વરસાવી. આજે મંગળવાર છે અને તેમણે પોતાનો આશીર્વાદ દિલ્હીને આપ્યો છે. હું પ્રાર્થના કરું છે હંમેશા તેમનો આશીર્વાદ દિલ્હીને રહે અને દિલ્હીને સુંદર અને ખૂબજ સ્વચ્છ બની રહે.