AAP Leader On Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે, અને જેલમાંથી જ દિલ્હી સરકાર ચલાવી રહ્યાં છે. ભાજપ તેનો વિરોધ કરી રહ્યું હતું, હવે પટનામાં તેમની પાર્ટી AAPના નેતાએ પણ અરવિંદ કેજરીવાલ પર સવાલો ઉઠાવ્યા છે. બિહારમાં આપના નેતાએ કેજરીવાલની પાર્ટીમાં તૂટ પડવાની વાત કરી છે.




આપ નેતાએ ઉઠાવ્યા સવાલો  
બિહાર આમ આદમી પાર્ટીના નેતા વિકાસ કુમાર જ્યોતિ જેલમાંથી સરકાર ચલાવવાના સીએમ કેજરીવાલના નિર્ણયથી ખૂબ નારાજ દેખાય છે. બિહાર યૂનિટ AAP નેતા વિકાસ કુમારે એક પૉસ્ટર લગાવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ટોચ પર મૂકવામાં આવી છે, જ્યારે અરવિંદ કેજરીવાલની તસવીર નીચે મૂકવામાં આવી છે. બૉલ્ડ અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે પૃથ્વીરાજના વિચારો સાથે કોઈ અસહમત હોઈ શકે છે. પણ જયચંદ બનવું સ્વીકાર્ય નથી.


વિકાસ કુમાર જ્યોતિએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, હવે આમ આદમી પાર્ટી લાલુ પ્રસાદ યાદવના રસ્તે આગળ વધી રહી છે. આ પાર્ટીમાં પણ રાજમાતાનું શાસન ચાલુ રહેવાનું છે, અને સંપૂર્ણ પરિવારવાદ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું, "આજે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેમણે રાજીનામું આપ્યું નથી, પરંતુ આ જ કેસમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ જેલમાં ગયા હતા, તેથી તેમણે જ આ બંને પાસેથી રાજીનામું લીધું હતું. બંન્નેનું રાજીનામું કેમ લેવામાં આવ્યું?


વિકાસ કુમાર જ્યોતિએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ હવે સંપૂર્ણ રીતે ડરી ગયા છે. તેથી હવે તેઓ પાર્ટીની કમાન પત્ની સુનીતા કેજરીવાલને સોંપી રહ્યા છે. તેમણે હજુ રાજીનામું આપ્યું નથી, પરંતુ બહુ જલ્દી તેઓ રાજીનામું આપીને સુનિતા કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી બનાવશે. જે રીતે કોંગ્રેસમાં રાજમાતા છે તે જ પ્રકારની રાજમાતા હવે આમ આદમી પાર્ટીમાં પણ બની છે. જ્યારે આપણે આ વિચારોનો વિરોધ કરીને સત્તામાં આવ્યા છીએ, ત્યારે આપણે આ વિચારો સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે બધા સહન કરીએ છીએ.


આપ પાર્ટીના ધારાસભ્યોના તૂટવાનો દાવો 
વિકાસ જ્યોતિએ દાવો કર્યો છે કે જૂન મહિના સુધીમાં 35 આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તૂટવાના છે. તેણે કહ્યું કે મેં જ્યારે પણ દાવો કર્યો છે તે સાચો રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ એ જ વિકાસ જ્યોતિ છે જેણે પટનામાં જ્યારે પહેલીવાર ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજાઈ હતી ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે બોલાવતા એક મોટું પોસ્ટર લગાવ્યું હતું. તે સમયે તેમણે દાવો કર્યો હતો કે નીતિશ કુમાર એક મહિનામાં પાર્ટી છોડી દેશે.