આપના મહિલા ધારાસભ્ય સરિતા સિંહને આવ્યા ધમકીના ફોન, નોંધાઈ ફરિયાદ
abpasmita.in | 01 Oct 2016 07:15 PM (IST)
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના રોહતાસનગરની ધારાસભ્ય સરિતા સિહેં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમને અશ્લીલ મેસેજ અને ધમકી ભરેલા ફોન આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે ફોન ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવ્યા હોવાથી અમને ફોન કરનાર વ્યક્તિને શોધવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.સરિતા સિંહે તેમની કોલ ડિટેલની તપાસ કરવાની પરવાનગી આપી દિધી છે.