દિલ્હી નગર નિગમ પેટા ચૂંટણીમાં તમામ પાંચેય સીટના પરિણામ આવી ગયા છે. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન આ ચૂંટમીમાં શાનદાર રહ્યું છે. પાંચમાંથી 4 સીટો પર આપના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસને અહીં એક સીટ જીતવામાં સફળ રહી છે. જ્યારે ભાજપને એમસીડી પેટા ચૂંટણીમાં એક પણ સીટ નથી મળી.


આપના વિજેતા ઉમેદવાર

1- ત્રિલોકપુરીથી 4986 મતથી વિજય કુમારે જીત મેળવી છે. બીજા નંબર પર ભાજપના ઉમેદવાર ઓમ પ્રકાશ રહ્યા.
2- કલ્યાણપુરી વોર્ડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા. અહીં ધીરેન્દ્ર કુમારને 7043 મતથી જીત મેળવી. બીજા નંબર પર ભાજપ રહ્યું.
3- રોહિણીથી આપના ઉમેદવાર રામ ચંદ્રની જીત.
4- શાલીમાર બાગથી આપના ઉમેદવાર સુનીતા મિશ્રાની જીત.

જ્યારે ઇસ્ટ ચૌહાણ બાંગરથી કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી જુબૈર અહમદની જીત થઈ છે.

એમસીજી પેટા ચૂંટણીમાં આપના શાનદાર પ્રદર્શન બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને અભિનંદ પાઠવ્યા છે. તેમણે કહ્યું- “એમસીડી પેટાચૂંટમીમાં 5માંથી 4 સીટ જીતવા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન. ભાજપના શાસનથી દિલ્હીના લોકો ઘણાં દુખી થઈ ગયા છે. આગામી વર્ષે થનાર એમસીડી ચૂંટણીમાં લોકો અરવિંદ કેજરીવાલની ઇમાનદાર અને કામ કરનારી રાજનીતિને લઈને આવશે.”

નોંધનીય છે કે, દિલ્હી નગર નિગમમાં ભાજપનો લાંબા સમયથી કબ્જો છે. 2022માં એમસીડી ચૂંટણી થવાની છે. એવામાં પાંચ સીટની પેટા ચૂંટણીને મહત્ત્વની ગણવામાં આવી રહી છે.