પશ્ચિમ બંગાળમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ વખતે તમામની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર છે. ત્યારે ABP ન્યૂઝ અને સી- વોટરના ઓપિનિયન પોલ મુજબ, આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપ શાનદાર પ્રદર્શન કરશે પરંતુ પોતાની ખુરશી બચાવવા મમતા બેનર્જી સફળ થશે. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં મમતા બેનર્જી ફરી એક વખત સત્તામાં પરત આવતા જોવા મળી રહ્યા છે. સર્વેનું માનીએ તો ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે ભાજપની બેઠકોમાં વધારો થશે.
પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકમાંથી 154થી 162 બેઠક સાથે મમતા બેનર્જીની પાર્ટી TMC બહુમતિ સાથે ફરી સરકાર બનાવશે. જ્યારે ભાજપને 98થી 106ની આસપાસ બેઠક મળશે. કૉંગ્રેસ અને લેફ્ટ 26થી 34 બેઠકમાં સમેટાઇ જશે. અપક્ષોના ફાળે 2થી 6 બેઠક જશે.
2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 3 બેઠક મળી હતી, જ્યારે ઓપિનિયન પોલ મુજબ ભાજપની સીટમાં 100થી વધુ સીટ મળશે. ટીએમસી ભલે સરકાર બનાવે પરંતુ ઓપિનિયન પોલ મુજબ ટીએમસીને 50-થી 60 બેઠક પર નુકસાન જશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીને સૌથી વધુ 211 બેઠક મળી હતી.
કોને કેટલા મત ?
TMC- 43%
BJP- 37.5%
CONG+LEFT- 12%
OTH- 7.5%
કોને કેટલી બેઠકો ?
TMC- 154-162
BJP- 98-106
CONG+LEFT- 26-34
OTH- 2-6
ABP Opinion Poll: પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર ? કોને મળશે કેટલી સીટ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jan 2021 09:37 PM (IST)
પશ્ચિમ બંગાળમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ વખતે તમામની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -