ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે તારીખો જાહેર કરી હતી જે પ્રમાણે કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે પરંતુ જેડીએસ પણ ગત વખતની જેમ કિંગમેકર બનવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકની ચૂંટણી લઈને ABP Newsએ સર્વે હાથ ધર્યો હતો જેમાં અનેક બાબતો સામે આવી છે.
ચૂંટણીના ગરમાવા વચ્ચે સી-વોટરે એબીપી ન્યૂઝ માટે રાજ્યમાં મુખ્યમંત્રીની પ્રથમ પસંદગી અંગે લોકોનો અભિપ્રાય જાણવા માટે ઓપિનિયન પોલ કરાવ્યો છે. આ ઓપિનિયન પોલમાં 24 હજાર 759 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. કર્ણાટકની તમામ સીટો પર ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં માર્જીન ઓફ એરર પ્લ્સ-માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
સિદ્ધારમૈયા અને બોમ્માઈ વચ્ચે ટક્કર
સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને પૂછ્યું હતું કે, કર્ણાટકમાં સીએમની પહેલી પસંદ કોણ છે? આ પ્રશ્નના ખૂબ જ આશ્ચર્યજનક જવાબો મળ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર, કર્ણાટકમાં સીએમ માટે પહેલી પસંદ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા છે જેમને 39 ટકા વોટ મળ્યા છે. બીજા ક્રમે કર્ણાટકના વર્તમાન સીએમ બસવરાજ બોમાઈ છે જેમને 31 ટકા વોટ મળ્યા છે. જેડીએસના એચડી કુમારસ્વામી 21 ટકા વોટ સાથે ત્રીજા નંબરે છે. કોંગ્રેસના ડીકે શિવકુમારને 3 ટકા વોટ મળ્યા જ્યારે 6 ટકા લોકોએ અન્યને પસંદ કર્યા.
કર્ણાટકમાં સીએમની પહેલી પસંદ કોણ?
બોમાઈ - 31%
સિદ્ધારમૈયા - 39%
કુમારસ્વામી - 21%
ડીકે શિવકુમાર - 3%
અન્ય - 6%
છેલ્લા પાંચ વર્ષમાં ચાર વખત મુખ્યમંત્રી બદલાયા
કર્ણાટકમાં 2018થી મુખ્યમંત્રીને લઈને ઘણી રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. આ પાંચ વર્ષમાં રાજ્યમાં ચાર વખત મુખ્યમંત્રી પદના શપથ લેવામાં આવ્યા છે. સૌથી પહેલા 2018માં બીએસ યેદિયુરપ્પા માત્ર 6 દિવસ માટે સીએમ બન્યા હતા. ત્યાર બાદ એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં. 2019માં કર્ણાટકની સરકાર પડી ભાંગતા બીએસ યેદિયુરપ્પા ફરીથી રાજ્યના સીએમ બન્યા હતાં. 2021માં યેદિયુરપ્પાના રાજીનામા બાદ બસવરાજ બોમાઈએ રાજ્યનો હવાલો સંભાળ્યો હતો.
નોંધઃ એબીપી ન્યૂઝ માટેનો આ ઓપિનિયન પોલ સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. ઓપિનિયન પોલના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.