ABP Cvoter Opinion Polls: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજસ્થાનમાં બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અશોક ગેહલોત પોતાની યોજનાઓના આધારે રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તામાં વાપસીની વાત કરી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ દાવો કરે છે કે આ વખતે તેમની પાર્ટી પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતશે. આ દરમિયાન, એબીપી ન્યૂઝ અને સીવોટરે સંયુક્ત રીતે એક સર્વે હાથ ધર્યો છે જેમાં લોકોનો અભિપ્રાય જાણવામાં આવ્યા છે. 

કોને કેટલી બેઠકો ? 

એબીપી ન્યૂઝ સીવોટરના સર્વેમાં રાજ્યની જનતાને પૂછવામાં આવ્યું હતું કે આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કઈ પાર્ટીની સરકાર બનશે.  આ સવાલના જવાબમાં જનતાએ અંદાજ લગાવ્યો કે ભાજપને કૉંગ્રેસ કરતા વધુ સીટો મળશે. સર્વે અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસને 67થી 77 સીટો મળતી જોવા મળી રહી છે, જ્યારે ભાજપને 114થી 124 સીટો મળતી જોવા મળી રહી છે. આ સિવાય અન્યને 5 થી 13 સીટો મળી શકે છે.

આટલો વોટ શેર મેળવી શકે છે

જો વોટ શેરની વાત કરીએ તો આ સર્વે મુજબ રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બહુ ફરક નથી. જેમાં ભાજપને 45 ટકા વોટ શેર મળી શકે છે જ્યારે કોંગ્રેસને 42 ટકા વોટ શેર મળી શકે છે. અન્યને 13 ટકા વોટ મળી શકે છે.

રાજસ્થાન- કુલ બેઠકો- 200

કોંગ્રેસ-67-77ભાજપ-114-124અન્ય -5-13

વોટ શેર કોંગ્રેસ-42%ભાજપ-45%અન્ય - 13%

મતદાન ક્યારે છે 

ચૂંટણીની વાત કરીએ તો છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.  મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે જ મતદાન છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે. તમામ 5 રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. જ્યાં 7મી નવેમ્બરે મતદાન છે ત્યાં આવતીકાલે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. તેથી, એબીપી ન્યૂઝ આજે 5 રાજ્યોની ચૂંટણીનો સૌથી મોટો અને અંતિમ ઓપિનિયન પોલ બતાવી રહ્યું છે.

 ( Disclaimer: 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની બેઠકોની સાથે મિઝોરમમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. abp ન્યૂઝ માટે સી વોટરે  તમામ 5 રાજ્યોમાં અંતિમ ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં લગભગ 63 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ વાતચીત 9 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે કરવામાં આવી હતી. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)