આવનાર વર્ષની શરૂઆતમાં  પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવા, યૂપીનો સમાવેશ થાય છે.


આવનાર પાંચ રાજ્યોની ચૂંટણીમાં કઇ પાર્ટી બહુમતી લાવશે, રાજકિય પાર્ટીનો કેવો દેખાવ થશે. એ મુદ્દે પાંચેય રાજ્યોનો સર્વે કરવામાં આવ્યો છે. એબીપી વોટર દ્રારા આ મુદ્દે સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના તારણો જાહેર કરવામાં આવ્યાં છે. 5 રાજ્યોની યોજનાર ચૂંટણી મામલે એબીપીના તારણ શું કહે છે જાણીએ


આગામી 5 રાજ્યોની ચૂંટણી મુદ્દે abp વોટરનો સર્વે


એબીપી વોટર દ્રારા આ મુદ્દે સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના તારણો જાહેર કરવામાં આવ્યાં છે. આ તારણ મુજબ યૂપીમાં ફરી એક વખત ભાજપ જ બાજી મારશે  ભાજપ 241 થી 249 બેઠકો, સમાજવાદી પાર્ટી 130 થી 138 બેઠકો અને બસપા 20 સીટો તથા કોંગ્રેસ 3 થી 7 બેઠકો જીતી શકે છે.


ઉત્તરાખંડના તારણ પર નજર કરીએ તો અહીં પણ  ભાજપ સત્તા જાળવી રાખશે, ભાજપ 42માંથી 46 બેઠકો  લાવશે  તો આ રાજ્યમાં કોગ્રેસ  કોંગ્રેસને 21 થી 25 બેઠકો મળે તેવી શક્યતા જોવાઇ રહી છે.


પંજાબની વાત કરીએ તો પંજાબમાં  117 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળે તેનું ચિત્ર હાલ નથી દેખાતું, અહીં  આપને 49 થી 77, કોંગ્રેસને 39 થી 47 અને  અકાલી દળને 17 થી 25 બેઠકો તથા ભાજપને ઝીરો અથવા એક બેઠક મળે તેમ લાગી રહ્યુ છે.


ગોવામાં ભાજપ ફરી સત્તા કબ્જે કરી શકે છે. ગોવામાં ભાજપને 24 થી 38, કોંગ્રેસને 1 થી પાંચ, આપને 3 થી સાત અને અપક્ષોને 4 થી 7 બેઠકો મળવાની શક્યતાઓ છે.


એબીપી વોટર સર્વેમાં મણીપુર આ વખતે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેમ લાગતું નથી. અહીંયા ભાજપને 21 થી 25, કોંગ્રેસને 18 થી 22 અને એનપીએફને 4 થી 8 બેઠકો મળે તેવી શક્યતા સર્વેમાં દર્શાવવામાં આવી છે.