Fact Check: મહાકુંભ માટે જતી બસ ખીણમાં પડી જતાં દુર્ઘટના, આ અકસ્માતનો વીડિયો વાયરલ
Fact Check:સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક બસ ખીણમાં ખાબકતી જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બસ મહાકુંભમાં જઈ રહી હતી, જે અકસ્માતનો ભોગ બની હતી. જાણીએ સત્ય

Fact Check:પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક બસ ખીણમાં પડી ગયેલી જોવા મળે છે. વીડિયોમાં ઘણા લોકો બસની આસપાસ પણ ઉભા છે. વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બસ પ્રયાગરાજ મહાકુંભમાં જઈ રહી હતી અને નાળામાં પડી ગઈ હતી. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા છે.
વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોનો પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો પાકિસ્તાનનો છે.
વાયરલ શું છે
ફેસબુક યુઝર 'પ્રામ ચોપરા'એ વાયરલ વીડિયોની (આર્કાઇવ લિંક) શેર કરીને દાવો કર્યો છે કે, તે મહાકુંભ પ્રયાગરાજનો છે અને લખ્યું છે કે, "વાયરલ મહાકુંભમાં જતી બસ ખીણમાં પડી ગઈ છે."
તપાસ
વાયરલ વીડિયોના મૂળ સ્ત્રોતની તપાસ કરવા માટે, અમે રિવર્સ ઇમેજ સર્ચની મદદ લીધી અને શોધમાં અમને આ વીડિયો 3 નવેમ્બર 2024ના રોજ ડૉ. અલ્તાફ બલોચ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો મળ્યો. તેની સાથે લખ્યું હતું કે, “રાયવિંડ તબલીગી જમાતથી પરત ફરતી વખતે બસ નાળામાં પડી ગઈ હતી.
આ ઉપરાંત, અમને આ વીડિયો 4 નવેમ્બર 2024ના રોજ મિશન સલીમ કાદરી 92 નામના ફેસબુક પેજ પર અપલોડ કરાયેલો પણ જોવા મળ્યો. અહીં પણ વર્ણન છે, "રાયવિંડ: મીટિંગમાંથી પરત ફરતી વખતે, એક બસ ગંદા નાળામાં પડી ગઇ હતી."
-આ ઉપરાંત, અમને 4 નવેમ્બર 2024ના રોજમિશન સલીમ કાદરી 92 નામના ફેસબુક પેજ પર અપલોડ કરાયેલો આ વીડિયો પણ મળ્યો. અહીં પણ વર્ણન છે, "રાયવિંડ: મીટિંગમાંથી પરત ફરતી વખતે, એક બસ ગંદા નાળામાં પડી હતી.
કીવર્ડ્સનો ઉપયોગ કરીને અમે સર્ચ કર્યું આ અકસ્માતના લગતા ઘણા સમાચાર મળ્યા. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ હમ ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર આ વીડિયોને લઇને પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યાં હતા. "તબલીગી ઇજતેમાના તાજા સમાચાર - લાહોરમાં બસ નાળામાં પડી છે."
પાકિસ્તાની ચેનલ આજ ટીવી ઓફિશિયલની યુટ્યુબ ચેનલ પર 3 નવેમ્બરે આ અકસ્માત અંગે અપલોડ કરાયેલા સમાચારમાં વાયરલ ફૂટેજ પણ જોઈ શકાય છે. અહીં પણ તે પાકિસ્તાનનો હોવાનું કહેવાય છે.
-આ સંદર્ભે અમે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ન્યૂઝ 24 એચડીના રિપોર્ટર મોહમ્મદ કામરાનનો સંપર્ક કર્યો. તેણે કહ્યું, “આ વીડિયો 3 નવેમ્બર, 2024નો છે, જ્યારે 70 લોકોને લઈને આ બસ રાયવિંડમાં વાર્ષિક તબલીગી ઈજતિમા સમાપ્ત થયા બાદ કોટ અદ્દુ શહેર તરફ આવી રહી હતી. દરમિયાન આ બસનું વ્હીલ સરકી જતાં બસ નાળામાં પડી હતી. આ અકસ્માતમાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી.”
આ પછી, અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને સર્ચ કર્યું કે શું પ્રયાગરાજ જતી કોઈપણ બસમાં આવો કોઈ અકસ્માત થયો છે કે નહિ? અમને જાણવા મળ્યું કે તાજેતરમાં મહાકુંભમાંથી પરત ફરી રહેલી બસને નાસિક-ગુજરાત હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા, પરંતુ આ વીડિયો તે ઘટનાનો નથી
ભ્રામક દાવાઓ સાથે વાયરલ વીડિયો શેર કરનાર પ્રમ ચોપરાને ફેસબુક પર 8000 થી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક બસ નાડામાં પડેલી જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બસ મહાકુંભમાં જઈ રહી હતી, જે અકસ્માતનો ભોગ બની હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે. રાયવિંડ તબલીગી ઇજતેમાથી પરત ફરતી વખતે બસ નાળામાં પડી ગઇ હતી.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)





















