અમદાવાદ: લોકસભા ચૂંટણીના અંતિમ અને  સાતમા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે.  આજે સાંજે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવશે. એ પહેલા જ સટ્ટાબજારના ભાવ ફરતા થયા છે.  દેશમાં કોને કેટલી બેઠકો મળશે તેને લઈ સટ્ટબજાર દ્વારા ભાવ જાહેર કરાયા છે.  ગુજરાતમાં વર્તમાન સ્થિતિમાં ભાજપ તમામ 25 બેઠકો જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં  7 મેએ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી યોજાઈ હતી. 4  જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. 


હાલમાં તો બુકી બજારમાં ભાજપ એકલા હાથે 301303 સીટો જીતશે તેવી માની રહ્યા છે. શરૂઆતમાં ભાજપને કુલ 325 બેઠકો જીતવાનો અંદાજ બુકી બજારમાં ચાલતો હતો. જેમ જેમ પરિણામ નજીક આવી રહ્યા છે તેમ-તેમ સટ્ટાબજારમાં પણ ભાવ ઉપર નીચે જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરત બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અહીં  સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે. 


સટ્ટાબજારમાં ભાજપને 301303 બેઠકો મળવાનું અનુમન છે.  ગુજરાતમાં 25 બેઠકો પર 55/65 રુપિયા ભાવ ચાલી રહ્યો છે. આણંદ બેઠક પર ભાજપની તરફેણમાં 15 પૈસા અને 25 પૈસા ભાવ ચાલી રહ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભાજપની તરફેણમાં 30 પૈસા અને 40 પૈસા ભાવ ચાલી રહ્યો છે.  


ચૂંટણી પંચના ડેટા અનુસાર, 102 બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાઈ હતી, જેમાં કુલ 16.64 કરોડ મતદારોમાંથી 11 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી 66.14 હતી.


26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન 88 બેઠકો માટે થયું હતું જેમાં મતદાનની ટકાવારી 66.71 હતી અને કુલ 15.86 કરોડ પાત્ર મતદારોમાંથી 10.58 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. 7 મેના રોજ મતદાનના ત્રીજા તબક્કામાં 94 બેઠકો પર મતદાન થવાનું હતું, જેમાં 17.24 કરોડ પાત્ર મતદાતાઓમાંથી 11.32 કરોડએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાનની ટકાવારી 65.68 હતી.


મતદાનના ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં 96 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં કુલ 17.71 કરોડ મતદારોમાંથી 12.25 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 66.71 રહી હતી. આ પછી, 20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી 62.20 હતી અને 8.96 કરોડ પાત્ર મતદારોમાંથી 5.57 કરોડએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.