Weather Forecast:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  રવિવારે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત  8 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની  ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં વંટોળ સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે.  ઓડિશા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.

શુક્રવારે દિલ્હીમાં કમોસમી વરસાદ બાદ હવામાન વિભાગે રવિવારે પણ ભારે પવન સાથે વરસાદીની આગાહી કરી છે.  બદલાયેલા હવામાન છતાં, શુક્રવારે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 12 શહેરોમાં 43° અને 44° ની વચ્ચે તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રનું અકોલા 44.9 સાથે દેશનું સૌથી ગરમ શહેર હતું.                                                                     

આ પહેલા દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં તોફાન, વરસાદ, વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં 10 લોકોના મોત થયા હતા. આમાંથી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 4-4 અને છત્તીસગઢમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આ સ્થિતિ લગભગ  એક અઠવાડિયા સુધી યથાવત રહેશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. આ પછી, મે મહિનામાં ઉત્તર ભારતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે.

આગામી 3 દિવસનું વેધર અપડેટ્સ

4  મે – રાજસ્થાનમાં ધૂળભરી આંધી આવી શકે છે.  મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા પડી શકે છે. મરાઠવાડા, તમિલનાડુ-પુડુચેરી, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ છે. જ્યારે પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. બિહાર અને ગુજરાતમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ છે.

5 મે – કર્ણાટક અને ઉત્તરાખંડમાં કરા પડી શકે છે. રાજસ્થાનમાં ધૂળભરી આંધી આવી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મરાઠવાડા, તમિલનાડુ-પુડુચેરી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું એલર્ટ છે. મધ્યપ્રદેશ, યુપી, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, બિહાર ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. .

૬ મે – પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં હીટવેવની ચેતવણી. કર્ણાટકમાં કરા પડી શકે છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ-પુડુચેરી, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. અન્ય તમામ રાજ્યોમાં પીળા રંગની ગરમીની ચેતવણી છે.