Gujarat Weather:ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ઠંડીમાં મોટા પ્રમાણમાં રાહત મળી છે. તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ઉપર જતાં ઠંડીમાં ઘટાડો થયો છે. મધ્ય ગુજરાતના શહેરમાં તો તાપમાન વઘતાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ફરી વાતાવરણના પલટાનો સંકેત આપ્યાં  છે. ગુજરાતના ખેડૂતો માથે ફરી  માવઠાનું સંકટ ઘેરાયું છે. 3 અને 4 ફેબ્રુઆરીએ  રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે રાજ્યના ખેડૂતો ચિંતાતૂર બન્યાં છે. કમોસમી વરસાદની આગાહીથી લગ્ન લેનારા લોકો  પણ  ચિંતામાં મૂક્યા છે. 30 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનું અનુમાન પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડે તેવી સંભાવના છે. શુક્રવારે અમદાવાદમાં લધુતમ તાપમાન

15.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 13. ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આવતી કાલથી ઠંડીમાં આંશિક ફેરફાર થાય તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ઝાકળભર્યુ વાતાવરણ પણ જોવા મળશે.જાન્યુઆરીના અંતમાં, ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન ફરી બદલાશે, જે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે, પરંતુ તે પહેલા હવામાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને યુપી સહિત ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ યુપીમાં હળવા ધુમ્મસ અને પૂર્વીય યુપીમાં અલગ-અલગ સ્થળોએ મધ્યમ ધુમ્મસની સંભાવના છે.

ડાયનામાઇટ ન્યૂઝના સંવાદદાતાના જણાવ્યા અનુસાર દિલ્હી અને યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. આગામી દિવસોમાં હવામાન ફરી યુ-ટર્ન લેશે તેવો હવામાન વિભાગનો અંદાજ છે. તાપમાનમાં ફરી ઘટાડો થશે. આવી સ્થિતિમાં ઠંડી ફરી શરૂ થઈ શકે છે. યુપીમાં હવામાનના ઘણા રંગો દેખાઈ રહ્યા છે. જ્યારે તેરાઈ વિસ્તારોમાં તીવ્ર ઠંડી નોંધાઈ હતી, જ્યારે પશ્ચિમ યુપીમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ નોંધાયો હતો. લખનૌ, કાનપુર, નોઈડા, પ્રયાગરાજ જેવા સ્થળોએ જોરદાર તડકો જોવા મળ્યો હતો.