Weather forecast: બિહારના ઘણા જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દિલ્હી-એનસીઆરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. યુપી અને રાજસ્થાન સહિત દેશભરમાં હવામાનની શું છે  સ્થિતિ જાણો.

 દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હિટેવેવની સ્થિતિ  જોવા મળી છે. ઘણી જગ્યાએ પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. દરમિયાન, હવામાન વિભાગે આજે આગાહી જાહેર કરી છે. IMD અનુસાર, આજે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે, જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં હીટવેવનો ભય છે. દક્ષિણ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આજે દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-એનસીઆરમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે, જેનાથી તાપમાનમાં થોડી રાહત મળશે. આ સાથે, મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

આજે ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશમાં આજે હવામાન મિશ્ર રહેશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 14 મે થી હિટવેવનું અનુમાન છે. આજે હળવો વરસાદ અને ભારે પવન (40-5૦ કિમી/કલાક)ની આગાહી છે. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. મહત્તમ તાપમાન 38-40  ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગે વીજળી પડવાની ચેતવણી પણ જાહેર  કરી છે.

આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે?

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ નબળો પડવાને કારણે, હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે. શિમલા અને દહેરાદૂનમાં તાપમાન 25-30 ડિગ્રીની વચ્ચે રહેશે.

રાજસ્થાન હવામાન સ્થિતિ

15 મેથી પશ્ચિમ રાજસ્થાનમાં હિટવેવની શક્યતા છે, પરંતુ આજે હવામાન આંશિક વાદળછાયું રહેવાની અને હળવો વરસાદ પડવાની શક્યતા છે.

બિહારના ઘણા જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ

આજે બિહારના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પૂર્વ ચંપારણ, નવાદા, જમુઈ, બાંકા, શિવહર, મધુબનીમાં હીટ વેવની સ્થિતિ આવી શકે છે.

ઝારખંડમાં આજથી ગરમીનો પ્રકોપ શરૂ થઈ શકે છે.

આજથી ઝારખંડમાં ગરમીનો પ્રકોપ શરૂ થવાની શક્યતા છે. રાંચી અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ બાદ વરસાદનું પણ અનુમાન છે.