વિશ્વ આરોગ્ય સંગઠને પતંજલિની કોરોનાની દવા કોરોનિલ મુદ્દે નિવેદન આપ્યા બાદ આચાર્ય બાલકૃષ્ણે પતંજલિની આ પ્રોડક્ટ મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરતા જવાબ આપ્યો છે. આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું કે, કોરોનિલ દવાને Whoની સર્ટિફિકેશન સ્કિમની હેઠળ આયુષી મિનિસ્ટ્રીમાંથી સર્ટીફેકિટ મળ્યું છે.
જો કે વિશ્વ આરોગ્ય સંગઠનના દક્ષિણ પૂર્વ એશિયાની રીઝનલ ઓફિસે ઓફિશિયલ ટવિટર હેન્ડલ પર ટવિટ કરીને ટવિટ કર્યું છે કે, કોઇ પણ આયુર્વૈદિક દવાએ કોરોનાની સારવારને લઇને સર્ટિફિકેશનની કાર્યવાહી નથી થઇ. જો કે WHOના નિવેદનના પગલે આયુર્વેદ મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે જવાબ આપતા ટવિટ કર્યું છે કે, કs Who કોઇ દવાના ઉપયોગ મંજૂર કે નામંજૂર નથી કરતું. આ કામ માત્ર ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા કરે છે જેનું સર્ટિફિકેટ કોરોનિલ દવાએ મેળવ્યું છે.