ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના ગોરખપુરના સાંસદ રવિ કિશનને યોગી આદિત્યનાથ સરકારે વાય પ્લસ સિક્યૂરિટી આપી છે. રવિ કિશને સુરક્ષા મળ્યા બાદ ટ્વીટ કરીને મુખ્યમંત્રી યોગીનો આભાર માન્યો હતો.


રવિ કિશને ટ્વીટમાં લખ્યું- આદરણીય યોગી આદિત્યનાથ મહારાજજી. પુજનીય મહારાજ જી, મારી સુરક્ષાને ધ્યાનમાં રાખી તમે જે વાય પ્લસ સિક્યૂરિટી મને ઉપલબ્ધ કરાવી છે આના માટે હું, મારા પરિવાર તથા મારા લોકસભા વિસ્તારની જનતાનો ઋણી છું, તથા તમારો ધન્યવાદ કરુ છુ, મારો અવાજ હંમેશા સંસદમાં ગુંજતો રહેશે.



રવિ કિશને બૉલીવુડમાં ડ્રગ્સના નેટવર્કને લઇને સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો, ઠીક ત્યારબાદ તેમને ડ્રગ્સ માફિયો દ્વારા ધમકીઓ મળી રહી છે. બીજેપી સાંસદ તથા ફિલ્મ અભિનેતા રવિ કિશને કહ્યું કે, પોતાનો અવાજ હંમેશા ઉઠાવતો રહીશ, મને મારા જીવની ચિંતા નથી, આ ઉપરાંત રવિ કિશને કહ્યું કે, હુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને યુવાઓના ભવિષ્ય માટે પોતાની વાત જરૂર કહીશ. ગોરખપુરના સાંસદ રવિ કિશને કહ્યું કે દેશના ભવિષ્ય માટે બે-પાંચ ગોળીઓ પણ ખાઇ લઇશુ તો કોઇ ચિંતા નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ