મોગાઃ કોરોના કાળમાં હજારો લોકોન મદદ કરીને હીરો સાબિત થયેલા અભિનેતા સોનુ સૂદે ફરી હીરોગીરી કરીને એક યુવકનો જીવ બચાવ્યો છે. પંજાબમાં અભિનેતા સોનૂ સૂદ ફરી એક વખત યુવકનો જીવ બચાવીને છવાઈ ગયો છે. સોનૂએ રાત્રે રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકનો જીવ બચાવ્યો હતો.

Continues below advertisement


અકસ્માતમાં ઘાયલ યુવકને ઉંચકીને સોનુ સૂદ દોડ્યો હતો. બેભાન અવસ્થામાં પડેલા આ યુવકને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. લોકો સોનુ સૂદના આ કાર્યને વખાણીને રીયલ હીરો ગણાવી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે કે જેને લોકો મુક્ત મને વખાણી રહ્યા છે.






સત્તાવાર રીતે મળી રહેલી માહિતી પ્રમાણે પંજાબના મોગા-બઠિંડા રોડ પર મોડી રાતે અકસ્માતની ઘટના બની હતી આ ઘટનામાં રોડપર 2 કાર વચ્ચે જોરદાર અથડામણ થયા બાદ ડ્રાઈવિગં કરી રહેલો  યુવક ગાડીમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. એ જ વખતે સોનૂ સૂદ પોતાની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં એક્સિડેન્ટ થયો હોવાનિં જોતાં જ સોનૂ ગાડીમાંથી નીચે ઉતરી આવ્યો હતો અને સેન્ટ્રલ લોક થઈ ગયેલી કારના દરવાજો ખેલીને યુવકને બહાર કાઢ્યો હતો. સોનૂ સુદે આ યુવકનો જીવ બચાવ્યો હતો. 


સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ખૂબ જ ભયંકર રીતે ઘાયલ એક યુવાન ગાડીમાં ફસાયેલો છે અને તે વખતે સોનૂ પોતાની ગાડી રોકીને મદદ કરવા પહોંચી જાય છે. સોનૂએ ગાડીનો દરવાજો ખોલીને યુવકને બહાર કાઢ્યો હતો અને બાદમાં પોતાના ખોળામાં ઉઠાવીને દોડ્યા હતા. સોનૂ તે યુવકને પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયો હતો અને સમયસર સારવાર મળી જવાના કારણે તે યુવકનો જીવ બચી ગયો હતો. લોકો સોનુને રીયલ હીરો ગણાવીને વખાણ કરી રહ્યાં છે.