સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રે કોર્ટ દ્ધારા રચાયેલી સમિતિનું નેતૃત્વ કરશે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે સેબી આ મામલામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં તેનો રિપોર્ટ આપશે.






સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સેબી પહેલાથી જ હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિતના બંને આરોપોની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સેબીની તપાસ ચાલુ રહેશે. સેબીએ તેનો રિપોર્ટ 2 મહિનામાં રજૂ કરવાનો છે.


6 સભ્યોની ટીમ તપાસ કરશે


એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે 6 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રે ઉપરાંત આ કમિટીમાં ઓપી ભટ્ટ, જસ્ટિસ કેપી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે.


શું છે ઘટના?


અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમા હેરફેર અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે.


દેવામાં ડુબેલ અદાણી ગ્રુપને લાગ્યો મોટો જેકપોટ, આ ફંડે આપી 3 અબજ ડોલરની લોન, કંપનીના સ્ટોકમાં શાનદાર તેજી


Adani Enterprises Share Price: અદાણી ગ્રુપ માટે વધુ એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે અદાણી ગ્રુપને સોવરિન વેલ્થ ફંડમાંથી $3 બિલિયનની લોન મળી છે. એક રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપે લેણદારોને ત્રણ અબજ ડોલરની લોન મેળવવાની જાણકારી આપી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લોનની મર્યાદા $5 બિલિયન સુધી વધી શકે છે.


બુધવારે સમાપ્ત થયેલા ત્રણ દિવસીય રોડ શો દરમિયાન રોકાણકારોને જારી કરાયેલા મેમોમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે, આ મેમોમાં એ માહિતી આપવામાં આવી નથી કે આ સોવરિન વેલ્થ ફંડ્સ કયા છે, જેમાંથી અદાણી ગ્રુપને લોન મળી છે. રોયટર્સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.


માર્ચના અંત સુધીમાં આટલી લોન ચૂકવવાની અપેક્ષા છે


અદાણી ગ્રુપને $3 બિલિયનની લોન મળવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા અદાણી ગ્રુપના મેનેજમેન્ટે માહિતી આપી હતી કે માર્ચના અંત સુધીમાં $690 મિલિયનથી $790 મિલિયન શેર સંબંધિત લોનની ચુકવણી કરી શકાશે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપે આ સપ્તાહ દરમિયાન સિંગાપોર અને હોંગકોંગમાં રોડ શો કર્યા છે, જેથી તે રોકાણકારોનો વિશ્વાસ જીતી શકે