કોંગ્રેસ અધ્યક્ષે આ ટ્વિટમાં વડાપ્રધાન મોદીની ચીન નીતિ પણ ટોણો માર્યો અને ત્રણ મુદ્દામાં સમજાવ્યો છે. રાહુલે લખ્યું કે, પીએમ ગુજરાતમાં શી જિનપિંગ સાથે ઝૂલા પર ઝૂલે છે. દિલ્હીમાં જિનપિંગને ગળે મળે છે અને ચીનમાં તેની સામે ઝૂકી જાય છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇમાં આ દુઃખદ દિવસ છે. આજે ફરી આતંકવાદ સામેની લડાઇમાં ચીન-પાક.એ આઘાત પહોંચાડ્યો છે. 56 ઈંચની હગપ્લોમેસી અને ઝૂલ ઝૂલવાની રમત બાદ ચીન-પાકિસ્તાનની જોડી ભારતને લાલ આંખ બતાવી રહી છે. ફરી એક વખત નિષ્ફળ મોદી સરકારની નિષ્ફળ વિદેશ નીતિ સામે આવી.
વાંચોઃ ચીને ભારતને આપ્યો મોટો ઝાટકો, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરવાના પક્ષમાં વીટો પાવર વાપર્યો
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે કહ્યું કે, પાકિસ્તાન જ્યાં સુધી આતંકી સંગઠનો પર કોઈ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ પ્રકારની વાતચીત નહીં કરવામાં આવે. આતંકવાદ અને મંત્રણા એક સાથે ન થઈ શકે.
ઇમરાન એટલા ઉદાર હોય તો મસૂદને અમને સોંપી દેઃ સુષમા સ્વરાજ
પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે સુષમા સ્વરાજે શું આપ્યું મોટું નિવેદન? જુઓ વીડિયો