નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના (Coronavirus Cases India) કેસ ઘટી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ટોચ પર હતી ત્યારે અનેક દેશોએ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધા હતા. પરંતુ હવે ધીમે ધીમે અનેક દેશો ભારતીય મુસાફરો (Indian Travellers) પરથી પ્રતિબંધ હટાવવા લાગ્યા છે. દુબઈએ થોડા દિવસ પહેલા જ ભારતીય મુસાફરો માટે પ્રતિબંધ હળવા કર્યા હતા. જે બાદ વિશ્વના અન્ય દેશોએ પણ ભારતીયોને આવવાની મંજૂરી આપી છે.


તુર્કીઃ ભારતીય પ્રવાસીઓ તેમના મનગમતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તુર્કી જઈ શકે છે. જોકે અહીંયા આવતાં પ્રવાસીઓએ 14 દિવસના કોવિડ ક્વોરન્ટાઈન નિયમનું કડક પાલન કરવું પડશે. 14 દિવસ બાદ આટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ દેશમાં ગમે ત્યાં ફરી શકશે.


રશિયાઃ જો તમે રશિયા જવાનું વિચારતા હો તો સારા સમાચાર છે. તમે રશિયાના 30 દિવસના સિંગલ એન્ટ્રી તથા ડબલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકો છે. અહીંયા પહોંચતા એરપોર્ટ પર 72 કલાક પહેલાનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવો જરૂરી છે. હાલ રશિયામાં કોરોના કેસ થોડા વધ્યા છે, તેથી ત્યાં સ્થિતિ કેવી છે તે જાણ્યા બાદ જ ટિકિટ બુક કરાવવી જોઈએ.


ઈજિપ્તઃ ભારતીયોમાં પિરામિડોના દેશ તરીકે ઓળખાતા ઈજિપ્તમાં જઈ શકે છે. રિપોર્ટ મુજબ ઈજિપ્ત પહોંચ્યા બાદ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને હેલ્થ ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવશે. પેસેન્જરોએ 72 કલાકમાં કરાવેલો આર-પીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવો પડશે.


સર્બિયાઃ જો તમે સર્બિયા જવાનું વિચારતા હોવ તો અહીંથી રવાના થતાં પહેલાના 48 કલાક અગાઉ કરાવેલો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ સાથે રાખો. 12 વર્ષથી નાના બાળકોને આ નિયમ લાગુ નહીં પડે.


ઉઝબેકિસ્તાનઃ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે જે ભારતીયોપાસે સીઆઈએસ દેશોના માન્ય વિઝા હોય તેઓ ઉઝબેકિસ્તાન આવી શકશે. 72 કલાક પહેલાનો આરટીપીઆ ટેસ્ટ નેગેટિવ બતાવવો પડશે અને 14 દિવસ ફરજીયાત ક્વોરન્ટાઈન અથવા સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.