મુંબઈઃ દિલ્હીમાં લોકડાઉન લાગ્યા બાદ હવે મુંબઈમાં લોકડાઉનની ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બે દિવસમાં કડક લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે. આ વાત એબીપીને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી વિજય વડેટ્ટીવારે કહી છે. તેમણે કહ્યું કે, હાલમાં લોકડાઉન 30 તારીખ સુધી છે અને જરૂર પડશે તો તેની સમયમર્યાદામાં વધારો કરવામાં આવશે.


રાજ્યમાં હાલમાં કર્ફ્યુ હોવા છતાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. મંત્રીએ કહ્યં કે, દિલ્હીમાં લગાવવામાં આવેલ લોકડાઉનનની અસર જોઈને મહારાષ્ટ્રમાં પણ તેવો નિર્ણય લેવામાં આવી શકે છે.


મહારાષ્ટ્ર સરકાર કડક લોકડાઉન લગાવાવનો વિચાર કરી રહી છે. અંગેનો નિર્ણય બે દિવસમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જાહેર કરશે, એમ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.


કરફ્યુનો ફાયદો થવો જોઇએ પણ તે પ્રમાણમાં દેખાતો નથી અને લોકડાઉન મુક્યુ નથી. પણ અનેક લોકો તથા વેપારી લોકડાઉનનો વિરોધ કરે છે. પણ આજે વેપારી અથવા જીવનાવશ્યકની વસ્તુ તેમજ નાની દુકાનો લોકડાઉન ૧૦૦ ટકા કરો એવી માગણી કરે છે. અનેક જિલ્લામાં લોકોની માગણી છે. તે અમે મુખ્ય પ્રધાનને માહિતી પહોંચાડી છે. બે દિવસમાં કડક લોકડાઉન સંબંધે નિર્ણય અપેક્ષિત છે. મુખ્ય પ્રધાનનો અન્ય સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે, એમ ભારપૂર્વક વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.


દિલ્હી કડક લોકડાઉન લગાવાવમાં આવ્યું છે જેની માહિતી લઈ રહ્યા છે. તેના વિશે વિગતે ચર્ચા કર્યા પછી મહારાષ્ટ્રમાં લોકડાઉનનું સ્વરૂપ નક્કી કર્યા બાદ જાહેરાત કરવાનો સરકારનો વિચાર છે, એમ એમ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું. વિજય વડેટ્ટીવારે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાને નાથવા માટે ઠાકરે સરકારે સાડા પાંચ હજાર કરોડ રૃપિયા અનામત રાખ્યા છે. એવી માહિતી તેમણે આપી હતી.


કેન્દ્ર સરાકેર રાહત ફંડમાં કોવિડ માટે રૂપિયા આપ્યા નથી. ગત વખતે ૧૨૦૦ કરોડ રૃપિયા આપ્યા હતા. ગત વખતે ૩ એપ્રિલના રોજ પૈસા આવ્યા હતા. પણ આજે ૧૯ એપ્રિલ થઇ ગઇ છતાં હજી નાણા આવ્યા નથી. અમે ટીકા કરતા નથી. પણ વિલંબ થયો છે. આ વર્ષે તેમની પાસેથી ૧૬૦૦  કરોડ રૂપિયા અપેક્ષિત હોવાનું તેમણે કહ્યું હતું.