નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. દિલ્હીમાં નીતિ આયોગની ઓફિસમાં ડાયરેક્ટર સ્તરના અધિકારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ નીતિ આયોગને સીલ કરી દેવામાં આવ્યું છે. જે બાદ કેમ્પસને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ દરેક ઓફિસના સિક્યોરિટી ગાર્ડને પણ સેનિટાઇઝ કરાયા અને તે બાદ જ અંદર જવા દેવામાં આવે છે. ઓફિસના ખૂણે ખૂણા સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ છે.


દેશમાં કોરોના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા ધરાવતાં રાજ્યોમાં દિલ્હી ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3108 પર પહોચી છે. 54 લોકોના મોત થયા છે અને  877 લોકો સાજા થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 29,435 પર પહોંચી છે. જ્યારે 934 લોકોના મોત થયા છે. જોકે 6868 લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત થયા છે અને 1543 નવા કેસ સામે આવ્યા છે.