Covid vaccine: ભારત સરકારે પોતોના પક્ષ મુકતા કહ્યું છે કે, અહીં  ભારતની કોવિશીલ્ડના બંને ડોઝ લેનાર વ્યક્તિએ 10 દિવસ સુધી બ્રિટેનના પ્રવાસે જાય તો ક્વોરોન્ટાઇન રહેવું પડશે તે નીતિ ભેદભાવ પૂર્ણ છે.


કોરોના વેક્સિન અને ભારતથી બ્રિટનની યાત્રાને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટને પહેલા વેકિસનની તેમની નવી નીતિમાં કોવિશીલ્ડને માન્યતા ન હતી આપી. જો કે ભારતના દબાણ બાદ વેક્સિનની નીતિમાં બદલાવ કરીને કોવિશીલ્ડને માન્યતા આપી છે. જો કે તેમ છતાં પણ હજુ બ્રિટેનની યાત્રા કરનારે કોવીશીલ્ડ વેક્સિનેટ હોવા છતાં પણ 10 દિવસ કોરોન્ટાઇન રહેવું પડશે, આ મામલે શું પેચ છે જાણીએ ..


બ્રિટેને કોવિશીલ્ડને માન્યતા આપી હોવા છતાં પણ તેમની નીતિમાં ખાસ કોઇ પરિવર્તન કરવામાં નથી આવ્યું. હજુ પણ બ્રિટેન આવતા ભારતીયે 10 દિવસ કોરોન્ટાઇન થવું પડશે. બ્રિટેન સરકારે કહ્યું કે, હજું વેક્સિનને મંજૂરી અપાઇ છે પરંતુ સર્ટિફિકેટને મંજૂરી નથી મળી જેના કારણે કોવિશીલ્ડને બ્રિટેને વેક્સિનની માન્યતા આપી હોવા છતાં પણ ખાસ નિયમમાં ફેરફાર ન થયો હોવાથી અને સર્ટીફિકેટને મંજૂરી ન મળી હોવાથી  ક્વોરોન્ટાઇન રહેવું પડશે.



શું છે નવી ગાઇડલાઇન?


એસ્ટ્રેજેનેકાના ફોર્મૂલાથી ભારતમાં કોવિશીલ્ડ બનાવાયા છે. તેમ છતાં પણ કોવિશીલ્ડ પ્રત્યે બ્રિટેનનું ભેદભાવ પૂર્ણ વલણ છે. નવી ગાઇડલાઇન મુજબ એસ્ટ્રેજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રેજેનેકા વજેરિયા,મોર્ડનાના ફોમૂલાના માન્યતા અપાઇ છે. જો કે તેમ છતાં પણ કોવિશીલ્ડના બંને ડોઝ લેનાર વ્યક્તિએ બ્રિટેનના પ્રવાસે જતાં 10 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. બ્રિટેન સરકારે કહ્યું કે, તે વેક્સિન સર્ટિફિકેટને હજુમ  માન્યતા નથી મળી તેથી ક્વોરોન્ટાઇનો નિયમ યથાવત છે. વેક્સિન સર્ટીફિકેટની માન્યતાને લઇને  લઇને ભારત બ્રિટેન સાથે કામ કરી રહ્યું છે.


4 ઓક્ટોબરથી બદલશે નિયમ


બ્રિટેને જાહેરાત કરી છે કે, 4 ઓક્ટોબરથી માત્ર રેડ લિસ્ટમાં આવતા દેશોના યાત્રીઓ બ્રિટેનની યાત્રા નહી કરી શકે, જે દેશ રેડ લિસ્ટમાં નથી આવતા તેના માટે વેક્સિનેશનના નિયમો લાગૂ પડશે.