નવી દિલ્લીઃ અમેરિકા સર્જીકલ સ્ટ્રાઇક પર ભારતનું ખુલીને સમર્થન કર્યુ છે. વ્હાઇટ હાઉસે કહ્યુ હતુ કે,  ઉરી હુમલો સીમા પાર આતંકવાદનો મામલો છે. ભારતને સેલ્ફ ડિફેંસનો હક છે. વ્હાઇટ હાઉસે સાથે એશિયા મામલના પ્રભારી પીટર લાવોયે ગુરુવારે કહ્યુ કે, આ મામલો ક્રૉસ-બૉર્ડર આતંકવાદનો છે. અમે આ મામલની નિંદા કરીએ છીએ. આ ક્રૂર હૂમલો હતો. દરેક દેશને સેલ્ફ ડિફેન્સ કરવાનો હક છે. પરંતુ બંને દેશોએ સીમા પર આર્મીની તેનાતીને લઇને સાવધાની રાખવી જોઇએ. ભારત-અમેરિકાના સંબંધો પર તેમણે જણાવ્યું હતુ કે, બંને દેશો વચ્ચે સંબંધો ઘણી ઝડપી આગળ વધી રહ્યા છે. અમેરિકા સંપૂર્ણ પ્રયત્ન કરશે કે, ભારતનો આ વર્ષે છેલ્લે સુધી ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં સમાવેશ થાય તેવો પ્રયત્ન કરશે.