કડુર પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં 15 ડિસેમ્બરની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ કોંગ્રેસ નેતાઓ ધક્કા મુક્કી કરી હતી અને ખુરશીમાંથી પછાડી દીધા હતા. જાણકારી મુજબ તેઓ આ ઘટના બાદ પરેશાન હતા.
કોંગ્રેસ ચેરમેનની નિમણૂકનો વિરોધ કરતી હતી. ડેપ્યુટી ચેરમેન જેવા ચેર પર બેઠા કે હંગામો શરૂ કરી દીધો અને કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુ ચેરમેનને ખુરશીમાંથી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના એમએલસી વચ્ચે બબાલ થઈ હતી. આ ગેરશિસ્ત પછી ધર્મગોવડા ખૂબ અપસેટ રહેતા હતા એમ તેમની નિકટનાં સૂત્રોએ કહ્યું. હતું.
આ ઘટનાને લઇને પૂર્વ પ્રધામંત્રી એચ. ડી. દેવગૌડાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. દેવગૌડાએ કહ્યું કે આ દુઃખ અને આશ્ચર્ય કરનારી વાત છે કે ડેપ્યુટી ચેરમેને આત્મહત્યા કરી લીધી છે. તેઓ શાનદાર માણસ હતા. તેમનું મૃત્યું રાજ્ય માટે મોટુ નુકસાન છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.