નવસારીમાં વસતા લોકો માટે ખુશીના સમાચાર છે. સી. આર. પાટિલની રજૂઆત બાદ આખરે નવસારીને પણ વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે. આ પહેલા વલસાડને પણ સ્ટોપેજ માટે મંજૂરી મળી હતી. ઉલ્લેખનયિ છે કે, આ મુદ્દે સી.આર.પાટિલે રેલવે મંત્રાલયને રજૂઆત કરી હતી. સી.આર પાટિલની રજૂઆત બાદ હવે નવસારીને પણ આ સુવિધા મળશે.નવસારીને વંદેભારતનું સ્ટોપેજ મળતા સી.આર.પાટીલે રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે.
ઉલ્લેખનિય છે કે, નવી દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી હતી.આ માંગણીનો રેલવે મંત્રાલયે સ્વીકાર કરતા નવસારીને વંદે ભારતની સુવિધા મળશે.આ વંદે ભારત ટ્રેનને નવસારીમાં સ્ટોપેજ મળતાં દક્ષિણ ગુજરાતના વેપારી, ઉદ્યોગપતિ અને વિદ્યાર્થીઓ અન્ય નવસારીના અન્ય પ્રવાસ કરતા લોકોને ઝડપી આરામદાયક મુસાફરીને લાભ મળશે.
સાંસદ સી.આર. પાટીલે રેલવે મંત્રાલયના સકારાત્મક પ્રતિસાદને આવકારતા તેમનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષો જૂની માંગણીનો આખરે ઉકેલ આવ્યો છે. આગામી સમયમાં વંદે ભારત ટ્રેન નવસારીમાં થોભશે. આનાથી મુંબઈ અને અમદાવાદ જવા માંગતા મુસાફરોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવેને સ્પીડ અને સ્વચ્છતા તરફ લઈ જઈ રહ્યા છે.
આ બેઠકમાં નવસારી જિલ્લાના રેલવેને લગતા અનેક પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી. સ્ટેશનના આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. વંદે ભારત ટ્રેન સાથે અન્ય એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ ટ્રેનની સર્વિસના મુદ્દા પણ ચર્ચાયા હતા. સેવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સુરત અને વાપી વચ્ચે ચાલતી મેમુ ટ્રેન માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે પણ રેલવે મંત્રાલયે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
સી. આર. પાટિલે રજૂઆત બાદ નવસારીવાસીની વંદેભારતની સુવિધા મળતા, નવસારીના વેપારી ઉદ્યોદપતિએ સી. આર પાટિલને પુષ્પગુચ્છ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.